ગુજરાત

મુશળધાર વરસાદથી દિયોદર ફેરવાયું બેટમાં, જુઓ દ્રશ્યો 

Text To Speech

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતના પગલે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેના કારણે હાલમાં વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મોટાભાગના તમામ તાલુકાઓમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સારા વરસાદથી હાલ ખેડૂતોએ વાવણીની પણ શરૂઆત કરી દીધી છે.

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સૌથી વધુ વરસાદ દિયોદર તાલુકામાં પડ્યો છે. જેના કારણે ચારે બાજુ વરસાદી પાણી ભરાયા છે. અત્યાર સુધી દિયોદરમાં 10 ઇંચ સુધી પણ વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે મોટાભાગના તમામ વિસ્તારોમાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે. વરસાદી પાણી ભરાતાની સાથે જ લોકોએ અવર-જવર કરવી પણ મુશ્કેલી બની હતી. કુલ 10 ઇંચ જેટલા વરસાદથી દિયોદરમાં મોટાભાગના તમામ નાળાઓ વરસાદથી ભરાઈ ગયા હતા.જેના કારણે નદી જેવા દ્રશ્યો શહેરી વિસ્તારમાં જોવા મળ્યા હતા. આ તરફ આ વર્ષે છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે દિયોદર શહેરી વિસ્તારના લોકોએ ગરમીમાંથી પણ રાહત મેળવી હતી.

ખેતરોમાં પાણી ભરાયા

દિયોદર તાલુકાના સોની ગામમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી. છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદના પગલે દિયોદરમાં મોટાભાગના તમામ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદથી ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક જગ્યાઓએ નાળાઓ પણ ભારે વરસાદી પાણીના કારણે તૂટી જવા પામ્યા હતા.જો કે, આ વર્ષે  જિલ્લામાં શરૂઆતથી જ વરસાદે જોરદાર એન્ટ્રી કરતા જિલ્લાવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે.

Back to top button