Diwali2023: દીપ પ્રાગટ્ય દ્વારા સૌનો અંધકાર દૂર કરવાનો ઓચ્છવ
Diwali2023: દીવા શુદ્ધતાનું પ્રતીક છે અને તે અંધકારને દૂર કરી પ્રકાશમાં જવાનું સૂચવે છે. દીવા પ્રગટાવવાનો અર્થ પોતાની અંદર ક્રોધ લોભ અને અન્ય દુર્ગુણોને દૂર કરવાનો છે. હવે દિવાળીનો તહેવાર નજીક છે આથી દીવા બનાવવાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ઘરે ઘરે માટીના દીવામાં જગમગતો દીપ તહેવારનું મહત્ત્વ વધારી દે છે. આમ તો બે મહિના પૂર્વે જ માટીના દીવાઓ તૈયાર કરી દેવામાં આવે છે અને અત્યારે બજારમાં વેચવા મુકાય છે. માટીના દીવા બનાવતા કુંભાર જણાવે છે કે માટી શકનનું પ્રતીક છે.
દિવાળી એટલે પ્રકાશ તેમજ દીવાઓનો તેહવાર, માનવામાં આવે છે કે રામ ભગવાન જ્યારે 14 વર્ષના વનવાસથી પરત આવ્યા હતા ત્યારે અયોઘ્યામાં બધા ઘરોમાં અયોધ્યા વાસીઓએ માટીના દીવા પ્રગટાવીને રામ ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દિવાળીની સૌથી મહત્ત્વની પરંપરાઓમાંથી એક પરંપરા દીવાઓ પ્રગટાવવાની છે, આથી તેને દિપોત્સવ પણ કહેવાય છે. બધુ બદલાય પણ દિવાળી પર દીવાની સંસ્કૃતિ ક્યારેય નહીં બદલાય, આજથી પાંચ હજાર વર્ષ અગાઉ પણ લોકો માટીના દીવાથી ઘરને પ્રકાશિત કરતાં હતા અને આજે પણ આ જુની સંસ્કૃતિ જળવાઈ રહી. આજના આધુનિક સમયમાં પણ લોકો દીવા પ્રગટાવી દિવાળીની ઉજવણી કરે છે તેમાં પણ ખાસ માટીના દીવાનું મહત્ત્વ વધારે છે. માટી ઠંડકનું પ્રતીક છે આથી તેમાં દીવો કરવાથી ઘરમાંથી ક્રોધ, દ્વેષ જેવી નકારાત્મકતા દૂર થાય છે.
આ પણ વાંચો:દિવાળી પર હવાઈ મુસાફરી પડશે મોંઘી, ભાડામાં 200%થી વધુનો વધારો