Diwali 2023ટોપ ન્યૂઝબિઝનેસ

દિવાળીએ મુહૂર્તના સોદા રોકાણકારોને ફળ્યા, શેરબજાર 500 પોઈન્ટ સુધી ઉછળ્યો, જાણો કેટલાએ બંધ થયું ?

Text To Speech

દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગના અવસર પર શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. સાંજે 6.15 થી 7.15 વચ્ચેના ટ્રેડિંગ સેશન પછી, સેન્સેક્સ 354.77 (0.54%) પોઈન્ટના વધારા સાથે 65,259.45 પર બંધ થયો જ્યારે નિફ્ટી 100.21 (0.52%) પોઈન્ટના વધારા સાથે 19,525.55 પર બંધ થયો. આ પહેલા બજારમાં શાનદાર શરૂઆત થઈ હતી. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સે 500થી વધુ પોઈન્ટનો ઉછાળો દર્શાવ્યો હતો.

નિફટીએ 19500નો માઈલસ્ટોન પાર કર્યો

બીજી તરફ નિફ્ટીએ 19500ને પાર કર્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે ‘મુહૂર્ત ટ્રેડિંગ’ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે L&T ફાયનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO દીનાનાથ દુભાષી ઉપસ્થિત રહ્યા હતા. મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન, NTPC, ઇન્ફોસિસ અને ટાઇટન બજારમાં ટોચના લાભકર્તા તરીકે ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા.

સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો

દિવાળીના એક કલાકના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના વધારા સાથે 65,418.98 પર ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી પણ 19500ને પાર કરીને 19547.25 પર ખુલ્યો હતો. મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન, કોલ ઈન્ડિયાના બીજા ક્વાર્ટરના મજબૂત પરિણામો પછી, કંપનીના શેર છેલ્લા કેટલાક વર્ષોમાં ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. દિવાળીની સાંજે કોલ ઈન્ડિયાનો શેર 2.61 ટકાના વધારા સાથે રૂ. 331.85 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

Back to top button