દિવાળીનો તહેવારમાં ભારતની સાથે દુનિયાભરમાં ધૂમધામથી ઉજવવામાં આવ્યો. અમેરિકા કેનેડા સહીત ઘણા દેશોમાં આ તહેવારની ઉજવણી થઇ હતી. વ્હાઇટ હાઉસમાં સોમવારે રાતે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતીય મૂળના ઘણા કર્મચારીઓ અને અમેરિકન કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ સાથે તેઓએ કહ્યું કે “દિવાળીના તહેવાર માટે આટલા મોટા સ્વરૂપમાં પહેલી વખત ઉજવણી થઇ રહી છે. અમારી સરકારમાં પાછલી સરકારના પ્રમાણમાં સૌથી વધુ એશિયન – અમેરિકન છે. દિવાળી ઉજવણીનો ભાગ બનવા અને તેને અમેરિકી સંસ્કૃતિનો ભાગ બનવા માટે તમામનો ખુબ ખુબ અભાર.”
તેઓએ આગળ જણાવ્યું કે “દુનિયામાં 100 કરોડથી વધુ હિંદુ,જૈન, સિખ અને બુદ્ધ ધર્મના લોકોને શુભકામનાઓ આપુ છું. આ સમયે અમેરિકાની સરકાર અલગ અલગ સંસ્કૃતિઓથી ઘેરાયેલ છે. કમલા હેરીસન આ પદ પર પહોચનાર પહેલી અશ્વેત મહિલા છે. આ દરમિયાન તેમના પત્ની ઝિલ બાઈડન, ત્યાં હાજર હતા તેમણે એશિયન – અમેરિકન લોકોના વખાણ કરીને કહ્યું કે “અમેરિકાને આગળ વધારવામાં તમારો ખુબ મોટો ફાળો રહ્યો છે.”
ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ પણ ત્યાં હાજર હતા. તેમણે કહ્યું કે “વ્હાઇટ હાઉસ દરેક નાગરિકનું ઘર છે. અમેરિકની ફસ્ટ લેડીએ(ઝિલ બાઈડન) ઘરનું વાતાવરણ એવું બનાવ્યું છે કે અમેરિકાનો કોઈ પણ નાગરિક પોતાની સંસ્કૃતિ અને તહેવાર અહી ઉજવી શકે છે.”
કેનેડાની યુનિવર્સિટીમાં આ રીતે ઉજવી દિવાળી
કેનેડાના વાટરલૂ શહેરની યુનિવર્સિટીના વિધાર્થીઓએ પણ અલગ રીતે દિવાળીની ઉજવણી કરી હતી. પહેલા સેમેસ્ટરમાં ભણતો વિધાર્થી અનેય વૈદ્યએ જણાવ્યું કે “આમ તો ભારતમાં પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાની અલગ મજા છે, પણ અહિયાં અમે તેને ખાસ બને તે માટે પ્રયાસ કર્યો છે. અનય પોતાના કેનેડા મૂળના મિત્રો સાથે ભારતીય રેસ્ટોરન્ટમાં જમાડવા લઇ ગયો હતો. બધાની સાથે રહીને તહેવાર માણવાથી પરિવારની યાદ થોડી ઓછી આવી હતી.
રૂમને રોશનીથી શણગાર્યો
વાટરલૂ યુનિવર્સિટીમાં ભણનાર આર્યન વિજયનએ પોતાના હોસ્ટેલના રૂમને રોશનીથી શણગારી. તે પોતાના પરિવારને મિસ કરી રહ્યો છે. માટે તેણે પોતાના પરિવારના ફોટોને રૂમમાં લાગવ્યો તથા દીવા અને રંગોળીથી રૂમને શણગાર્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતની ચૂંટણીમાં BTP દ્વારા કબજે કરેલી બેઠક પર BJPની નજર, AAP પણ પાછળ નથી