આ દિવાળી ક્રિસ્પી જલેબીથી મહેમાનોનું મોં મીઠું કરાવો, અહીં જુઓ રેસિપી


દિવાળીનો તહેવાર પ્રકાશની સાથે સાથે મીઠાસનો પણ તહેવાર છે. તેમાય મીઠાઈ વગર તો દિવાળીનો તહેવાર અધૂરો છે. દિવાળીના એક અઠવાડિયા પહેલાથી જ ઘરમાં મીઠાઈઓ બનવાનું શરૂ થઈ જાય છે. દિવાળીના તહેવાર સાથે એક પરંપરા એવી પણ જોડાયેલી છે કે આ દિવસે ઘરે આવનાર મહેમાનોને ચોક્કસપણે મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે. વળી, તમે કોઈના ઘરે જાવ તો પણ મીઠાઈ લઈને જવાનો રિવાજ છે. રિવાજ જોકે એવો છે કે ખાલી હાથે કોઈના ન જવુ જોઈએ. ત્યારે આવી સ્થિતિમાં, મીઠાઈઓમાં વિવિધતા હોવી જોઈએ. જો તમે આ દિવાળીમાં મહેમાનોને ક્રિસ્પી જલેબીનો ખવડાવવા માંગતા હોવ તો અમે તમારા માટે એક સરળ રેસિપી લઈને આવ્યા છીએ.

જલેબી બનાવવા માટેની સામગ્રી-
મેંદા લોટ
ખાવાનો સોડા
મકાઈનો લોટ (કોર્ન ફ્લોર)
પીળો રંગ
તેલ અથવા ઘી
દહીં
ખાંડ
પાણી
જલેબી બનાવવાની રીત-
જલેબી બનાવવા માટે તમારે સૌપ્રથમ મેદાનું ખીરું તૈયાર કરવું પડશે. આ માટે એક મોટા વાસણમાં મેંદાનો લોટ, ખાવાનો સોડા, કોર્નફ્લોર અને પાણી મિક્સ કરીને જલેબી માટેનું ખીરુ તૈયાર કરો. જે બાદ તેને બરોબર હલાવીને ફેટવું. આ બેટર બહુ પાતળું કે બહુ જાડું ન હોવું જોઈએ. હવે આ દ્રાવણમાં બે ચમચી દહીં ઉમેરો અને તેને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પીળો રંગ ઉમેરો.

ખાંડની ચાસણી તૈયાર કરવા માટે, ખાંડ અને પાણી સમાન માત્રામાં લો અને ખાંડની ચાસણી તૈયાર કરો.

હવે જલેબી તળવા માટે એક કડાઈમાં તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે એક સુતરાઉ કપડામાં જલેબીનું દ્રાવણ ભરો અને જલેબીને જલેબીના આકારમાં તળી લો. જલેબીને સારી રીતે ફેરવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. હવે આ જલેબીને તેલમાંથી કાઢીને ચાસણીમાં નાખો અને પછી તેને ચાસણીમાંથી કાઢીને સર્વ કરો.
આ પણ વાંચો: આ 5 મીઠાઈઓથી મળશે ભરપૂર પ્રોટીન, હવે નોન વેજ ખાવાની જરૂર નથી