

કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં આ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રે તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% જેટલો વધારો કર્યો છે. ગઈ વખતે સરકારે માર્ચ મહિનામાં 3% જેટલો વધારો કર્યો હતો, જે પેહલા 31% જેટલો હતો તે વધારીને 34% જેટલો કરવામાં આવ્યો હતો અને આ વધારો જાન્યુઆરી 2022થી લાગુ કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 3 મહિના વધારવાનો નિર્ણય
ત્યારબાદ હાલ મોંઘવારી ભથ્થામાં 4% જેટલો વધારો થતા તે 38% જેટલું થઇ ગયું છે. મોંઘવારી ભથ્થું વધતા દેશમાં 50 લાખ કર્મચારી અને 65 લાખ પેંશનધારકોને લાભ થશે. આ સિવાય કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને પણ 3 મહિના વધારવાનો નિર્ણય કર્યો છે. જેનો લાભ હવે ડિસેમ્બર 2022 સુધી મળી શકશે.
આ પણ વાંચો :દ્રૌપદી મુર્મુ બનશે ગુજરાતના મહેમાન, જાણો રાષ્ટ્રપતિનો સમગ્ર કાર્યક્રમ