ટોપ ન્યૂઝટ્રેન્ડિંગદિવાળીવર્લ્ડ

તાઈવાનમાં ભારતીય સમુદાય દ્વારા દિવાળી મિલનઃ પ્રમુખે શુભેચ્છા પાઠવી

  • તાઇવાનના પ્રમુખ દ્વારા દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી
  • ભારતીય તાઈપેઈ એસોસિએશન દ્વારા તાઈપેઈ ગેસ્ટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી
  • કાર્યક્રમમાં ભારતીય અને તાઈવાન સમુદાયના લોકો જોડાયા

તાઈપેઈ, 25 નવેમ્બર : ભારતીય તાઈપેઈ એસોસિએશન દ્વારા શુક્રવારે તાઈવાનમાં તાઈપેઈ ગેસ્ટ હાઉસ ખાતે દિવાળી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જે બાદ તાઇવાનના પ્રમુખ દ્વારા ભારત અને ભારતીય સમુદાયના લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી અને કહ્યું કે, “હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં અમારા તમામ મિત્રોને દિવાળીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.” તાઈપેઈ ખાતેના કાર્યક્રમમાં ભારતીય અને તાઈવાન સમુદાયના લોકોએ સાથે જોડાઈને દિવાળીનો ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં તાઇવાનના ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો તેમજ ભારતીય ડાયસ્પોરાના સભ્યો, ભારતીય વિદ્યાર્થીઓ અને તાઇવાનના સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

ઈન્ડિયા તાઈપેઈ એસોસિએશનના મહાનિર્દેશક મનહરસિંહ યાદવે ભારતીય અને તાઈવાનના મિત્રોને સામૂહિક રીતે પ્રકાશના ભારતીય તહેવાર દિવાળીની ઉજવણી કરવા માટે એકત્ર થવાનો ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો.

તાઈવાનના પ્રમુખે દિવાળીની પાઠવી શુભેરછા

તાઈવાનના પ્રમુખ ત્સાઈ ઈંગ-વેએ ટ્વીટ કરીને જણાવ્યું કે, “તાઈવાનમાં ભારતીય સમુદાયના લોકોએ તાઈપેઈમાં દિવાળીની ઉજવણી કરે હતી, હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં રહેતા અમારા તમામ મિત્રોને દિવાળીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.”

ઈન્ડિયા તાઈપેઈ એસોસિએશન દ્વારા શું જણાવવામાં આવ્યું ?

‘ટ્વિટર’ પર ધ ઈન્ડિયા તાઈપેઈ એસોસિએશનના હેન્ડલ મુજબ, આ બંને પક્ષો વચ્ચેની મિત્રતા અને સહયોગનું પ્રતીક છે, ગાઢ સંબંધો અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે.

તે દરમિયાન, 12 નવેમ્બરે દિવાળીના અવસરે, ભારતમાં તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરે કહ્યું કે, “હેપ્પી દિવાળી! ભારતમાં તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર સૌને એકતા અને સાંસ્કૃતિક વિવિધતાની ભાવનાની ઉજવણી કરીને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ આપે છે. પ્રકાશનો તહેવાર આપણા હૃદયને આનંદ, સમૃદ્ધિ અને સંવાદિતાથી પ્રકાશિત કરે!” ‘

આ પણ જુઓ :દેવ દિવાળી ક્યારે? જાણો દીપદાનનું મહત્ત્વ અને શુભ મુહૂર્ત

Back to top button