ટોપ ન્યૂઝનેશનલ

અયોધ્યામાં દિવાળી ઉજવણીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ વિડીયો

Text To Speech

દેશની સૌથી મોટી દિવાળીની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યામાં 18 લાખથી વધારે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ભગવાન શ્રી રામની અયોધ્યા નગરીને આજે દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. રામ કી પૈડી પર 18 લાખ જેટલા માટીના દીવડા પ્રગટાવીને નવો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

અયોધ્યામાં યોગી આદિત્યનાથની સરકાર આવ્યા પછી આજે છઠ્ઠી વાર અયોધ્યાના સરયૂ તટ પર દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તે માટેની તૈયારી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. દિવાળીના અવસરે વડાપ્રધાન મોદી પણ અયોધ્યા પહોચ્યા હતા. તેમણે નિર્માણાધીન રામ મંદિરનના દર્શન સહિત ભવ્ય દીપોત્સવ, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને આતશબાજીનો નજારો પણ માણ્યો હતો.

આ પણ વાંચો : અયોધ્યા દીપોત્સવ : PM મોદી અયોધ્યાના સરયૂ ઘાટ પહોંચ્યા, CM યોગી સાથે આરતી કરી

અયોધ્યામાં દીપોત્સવમાં દરેક વખતે તેનો જ રેકોર્ડ તોડવામાં આવી રહ્યો છે. આ પહેલા વર્ષ 2021માં 12 લાખ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. આ દીપોત્સવની શરુઆત વર્ષ 2017થી કરવામાં આવી હતી. આ વર્ષે સરયૂ તટ પર 18 લાખ દીવડા પ્રગટાવીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

Back to top button