દિવાળી અને છઠ્ઠ ઉપર પ્લેનની ટિકિટમાં ઘટાડો નોંધાયો, જાણો સર્વેમાં શું કારણ સામે આવ્યું
નવી દિલ્હી, 14 ઓક્ટોબર : દર વર્ષે તહેવારોની સિઝનમાં ફ્લાઈટની ટિકિટ મોંઘી થઈ જાય છે. પરંતુ આ વખતે એવું થતું નથી. દિવાળી અને છઠ પૂજાના અવસર પર વિમાન દ્વારા ઘરે જનારાઓ માટે સારા સમાચાર છે. આ તહેવારોની સિઝનમાં દિવાળીની આસપાસ ઘણા સ્થાનિક રૂટ પરના સરેરાશ હવાઈ ભાડામાં ગયા વર્ષની સરખામણીમાં 20-25 ટકાનો ઘટાડો થયો છે.
એક વિશ્લેષણમાં આ માહિતી આપવામાં આવી હતી. આ પૃથ્થકરણ મુજબ ક્ષમતામાં વધારો થવાથી અને તેલના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાને કારણે ભાવમાં ઘટાડો થયો છે. ટ્રાવેલ પ્લેટફોર્મ Ixigoના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ડોમેસ્ટિક રૂટ પર સરેરાશ હવાઈ ભાડામાં 20-25 ટકાનો ઘટાડો થયો છે.
આ કિંમતો 30 દિવસની એડવાન્સ બુકિંગ તારીખના આધારે સરેરાશ વન-વે ભાડા માટે છે. વિશ્લેષણમાં 2023 નો સમયગાળો નવેમ્બર 10-16 છે, જ્યારે આ વર્ષે તે ઓક્ટોબર 28-નવેમ્બર 3 છે.
ફ્લાઇટના ભાડામાં કેટલો ઘટાડો થયો?
આ વર્ષે બેંગલુરુ-કોલકાતા ફ્લાઇટનું સરેરાશ હવાઈ ભાડું 38 ટકા ઘટીને રૂ.6,319 થયું છે, જે ગયા વર્ષે રૂ.10,195 હતું. ચેન્નાઈ-કોલકાતા રૂટ પર ટિકિટની કિંમત 8,725 રૂપિયાથી 36 ટકા ઘટીને 5,604 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈ-દિલ્હી ફ્લાઈટનું સરેરાશ હવાઈ ભાડું રૂ. 8,788 થી 34 ટકા ઘટીને રૂ. 5,762 થયું છે.
એ જ રીતે દિલ્હી-ઉદયપુર રૂટ પર ટિકિટના ભાવ રૂ.11,296થી 34 ટકા ઘટીને રૂ.7,469 થયા છે. દિલ્હી-કોલકાતા, હૈદરાબાદ-દિલ્હી અને દિલ્હી-શ્રીનગર રૂટ પર આ ઘટાડો 32 ટકા છે.
ભાડામાં ઘટાડાનું કારણ
ixigo ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આલોક બાજપાઈએ પીટીઆઈને જણાવ્યું હતું કે મર્યાદિત ક્ષમતાને કારણે ગયા વર્ષે દિવાળીની આસપાસ હવાઈ ભાડાંમાં વધારો થયો હતો, જેનું મુખ્ય કારણ ગો ફર્સ્ટ એરલાઈનનું સસ્પેન્શન હતું.
આ પણ વાંચો :- મુંબઈમાં એન્ટ્રી કરાવતા 5 ટોલ રોડ આજ મધરાતથી ફ્રી, ચૂંટણી પૂર્વે શિંદે સરકારની મોટી જાહેરાત