નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા દિવ્યા રવિયાએ મેળવી PhD ની ડીગ્રી


ગુજરાત પોલીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા દિવ્યા રવિયા તેમનાં જીવનની વધુ એક સિદ્ધિ હાંસિલ કરી છે. તાજેતરમાં જ દિવ્યા રવિયાએ એક રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક સંશોધન કરી PhD ડિગ્રી મેળવી છે. દિવ્યા રવિયા એ રજૂ કરેલ thesis “A study on Administration of Criminal Justice System:Role of Police And Role of Prosecution in the State of Gujarat” ને ગુજરાત યુનિવર્સીટી એ માન્ય રાખી તેમને લૉ ક્રિમિનોલોજી વિષય માં PhD ની પદવી પ્રદાન કરી છે.

મેન્ટર તેમજ રેફરીનાં માર્ગદર્શન હેઠળ કરી તૈયારી
ડો.દિવ્યા એ એમની આ thesis ગાંધીનગર સ્થિત સિદ્ધાર્થ લો કોલેજનાં પ્રિન્સિપલ ડો.દિલીપ એ.મેવાડા ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી હતી. આ ઉપરાંત આ થીસીસ માટે રેફરી તરીકે ડો.અશોક શ્રોફ કે જેઓ HNGU પાટણનાં Dean છે, તેઓએ પણ આ થીસીસ માન્ય રાખી હતી.
ડો.દિવ્યા રવિયાની વાત કરવામાં આવે તો તેઓ નિવૃત Dysp પી.કે.જાડેજા.ના પત્ની છે તેમજ એરપોર્ટના નિવૃત સિનિયર ફાયર ઓફિસર ભાનુશંકર બી.રવિયાના પુત્રી છે. ડો.દિવ્યા તેમની સફળતાનો શ્રેય તેમના પતિ, માતાપિતા,મિત્રો,ગાઈડ,પ્રાધ્યાપકો તેમજ પુત્રી તેજસ્વિનીને આપી સૌનો આભાર વ્યક્ત કર્યો છે.