નેશનલ

આત્મહત્યા કેસની ધીમી તપાસથી પરેશાન વ્યક્તિએ કેમેરા સામે જ કાપી નાંખી આંગળી, વીડિયો થયો વાયરલ

Text To Speech

વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ પોતાની આંગળી કાપી નાખતો જોવા મળી રહ્યો છે. વીડિયો મહારાષ્ટ્રના ઉલ્હાસનગરનો છે. તેના ભાઈ અને ભાભીને આત્મહત્યા કરવા મજબૂર કરનાર ગુનેગારો સામે પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ લગાવતા, શુક્રવારે એક વ્યક્તિએ કેમેરાની સામે તેની આંગળી કાપી નાખી.

શું છે વાયરલ વીડિયોમાં?

વીડિયોમાં ધનંજય નાનવરે ચેતવણી આપતા જોવા મળે છે કે ‘જો રાજ્ય સરકાર પગલાં નહીં લે તો તે દર અઠવાડિયે શરીરનો એક -એક અંગ કાપી નાખશે’. તેમણે આરોપ લગાવ્યો કે આ મામલામાં એક મંત્રી સંડોવાયેલા હતા અને તેમના ભાઈએ તેમના મૃત્યુ પહેલા તેમનું નામ લીધું હતું પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ધનંજયે ખંજર વડે આંગળી કાપી નાખતા પહેલા કહ્યું હતું કે જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે દર અઠવાડિયે શરીરનો એક ભાગ કાપીને સરકારને મોકલી આપશે.

કેમ આંગળી કાપવા મજબુર?

ધનંજયના ભાઈ નંદકુમાર અને ભાભી ઉજ્જવલાએ ગયા મહિને થાણે જિલ્લાના ઉલ્હાસનગર શહેરમાં આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા દંપતીએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે સાતારાના કેટલાક લોકો અને વકીલોના નામ લીધા હતા અને કહ્યું હતું કે આ તમામ લોકો તેને માનસિક ત્રાસ આપી રહ્યા છે. જેના કારણે નાનાવરે દંપતીને આત્મહત્યા કરી હતી. આંગળી કાપવાનો વીડિયો બનાવતી વખતે વ્યક્તિએ કહ્યું, ‘આજે આ ઘટનાને 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેણે પોતાની આંગળી કાપીને રાજ્ય સરકારને મોકલી છે અને કહ્યું છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તે તેના શરીરના એક-એક અંગને કાપીને સરકારને મોકલતો રહેશે.

આ પણ વાંચો: શું ભારતીય સેનાએ બાલાકોટમાં ફરીથી કરી સર્જિકલ સ્ટ્રાઈક? સંરક્ષણ મંત્રાલયે આપી માહિતી

Back to top button