કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ભૂજમાં જિલ્લા કમાન્ડન્ટ ટેબલ તરીકે જે પટારો વાપરતા તેનું તાળુ તોડતા અધિકારીઓ ચોંક્યા

Text To Speech

કચ્છ, 28 જૂન 2024, ભૂજમાં હોમગાર્ડ ઓફિસમાંથી વર્ષો જુનો કિંમતી ખજાનો મળી આવ્યો છે. ભંગાર બની ગયેલા જૂના પટારામાંથી ઘણી જૂની વસ્તુઓ મળી આવી છે. આ પટારાનો ઉપયોગ એક ટેબલ તરીકે કરવામાં આવી રહ્યો હતો. આ પટારો 2001ના ભૂકંપ દરમિયાન મળી આવ્યો હતો. હાલ આ પટારો સરકારી કચેરીમાં જમા કરાવવામાં આવ્યો છે. પટારામાંની તમામ વસ્તુઓ રાજાશાહી સમયની હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.પટારાની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી. વર્ષો પહેલા મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી અને હાલમાં ત્યાં હોમગાર્ડ કચેરી કાર્યરત છે.

વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભૂજમાં મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી ટંકશાળ તરીકે ઓળખાય છે. તેમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે અને જિલ્લા કમાન્ડન્ટ જે પટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો છે.જિલ્લા કમાન્ડન્ટ મનીષભાઈ બારોટનું ધ્યાન પટારાના ખુલ્લા તાળા પર જતા તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અનીલ જાદવને જાણ કરી હતી. પ્રાંત અધિકારીએ ગંભીરતા અને સતર્કતા દાખવી તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ, જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર, નાયબ મામલતદાર શિવજી પાયણને મોકલાવ્યા હતા.

તાત્કાલિક આ સ્થળને સીલ મારી દેવાયું હતું
તપાસ કરતાં ભૂકંપ સમયે તત્કાલીન જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ જમા કરાઇ હતી તે અહીં સંગ્રહ કરાઇ હતી. તાત્કાલિક આ સ્થળને સીલ મારી દેવાયું હતું. ભૂકંપ સમયે આ વસ્તુઓ જમા કરાઈ હતી જે હવે મળી આવી છે.જે તે વખતે ભૂકંપ સમય અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજ વસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરાયું છે. હોમગાર્ડ કચેરીના જુનિયર ક્લાર્ક શીવાભાઈ રબારી, વહીવટી અધિકારી અમરસિંહ તુંવર, ઓફિસર કમાન્ડિંગ વારિસ પટણી,હોમગાર્ડ સભ્ય બળવંત પરમાર, અલીમહંમદ આઈ સુમરા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

આ પણ વાંચોઃભૂજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સામેલ

Back to top button