ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : ડીસામાં સ્વાતંત્ર દિન પર્વ નિમિત્તે તિરંગા ધ્વજનું વિતરણ


બનાસકાંઠા 8 ઓગસ્ટ 2024 : ભારતની આઝાદીના 78 માં વર્ષ નિમિત્તે સ્વાતંત્ર દિન અગાઉ લોકોમાં રાષ્ટ્રભાવના વધે અને રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે માન કેળવાય તે હેતુથી ડીસામાં ડીવાયએસપી કચેરી અને ઉત્તર પોલીસ દ્વારા તિરંગા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
15 ઓગસ્ટ ના રોજ ભારતની આઝાદીના 78 વર્ષ નિમિત્તે ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ડીસા શહેરમાં ડીવાયએસપી સી. એલ. સોલંકી, ડીસા શહેર ઉત્તર પીઆઇ વી. એમ.ચૌધરીસહિત પોલીસ સ્ટાફ દ્વારા નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ડીસા હાઈવે પર દીપક હોટલ ચાર રસ્તા નજીક વાહનચાલકોને તેમજ રાહદારીઓને તિરંગો ધ્વજ આપી ઘરે લગાવી રાષ્ટ્રધ્વજનું આદર અને સન્માન જળવાય તે રીતે લગાવવા જણાવાયું હતું. 15 ઓગસ્ટ અગાઉ દરેક ઘરે તિરંગો ધ્વજ પહોંચે તે રીતે પોલીસ અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે.