અમદાવાદ, 29 ઓગસ્ટ 2024, શહેરના વાસણા બેરેજ વિસ્તારમાં એલિસ બ્રિજના ધારાસભ્ય તથા અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ દ્વારા આજે આર્થિક રીતે સંઘર્ષ કરતા તથા રોજનું કમાઈને રોજનું ખાવાવાળાઓ માટે ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ પ્રકારની સેવા અવારનવાર એમના દ્વારા કરવામાં આવે છે. ક્યારેક રસ પુરી તો ક્યારેક રસ રોટલી તો ક્યારેક ખીચડીનું વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે.
500થી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા
અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અમિતભાઈ શાહે હમ દેખેંગે ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું ખાસ કરીને ગરીબ લોકો માટે જે લોકોના ઘરે જમવાની વ્યવસ્થા ન હોય તેવા લોકો માટે અમારા દ્વારા અવારનવાર આ પ્રકારે વિતરણ કરી સેવા કરવાનું કાર્ય કરાય છે. જ્યારે આજે 500 થી વધુ લોકોને ખીચડી મળી રહે તે રીતે બનાવવામાં આવી છે. અને વાસણા બેરેજના વિસ્તારના લોકોને આપવાની છે અમદાવાદના કયા કયા વિસ્તારમાં આ પ્રકારની સેવા કરવામાં આવે છે તે વિશે સવાલ કરતા તેમને જણાવ્યું હતું કે અમે ઘણા વર્ષોથી પછી કોર્પોરેશન હોય કે વિધાનસભા ચૂંટાઈને આવ્યા છીએ જેથી અમને અમદાવાદની સ્થિતિનો બહોળો અનુભવ છે. અમને અગાઉથી જ ખ્યાલ છે કે શહેરના એવા વિસ્તારો કે જ્યાં ગરીબ લોકો રહેતા હોય છે અને અમે ત્યાં આ સેવાઓ કરીએ છીએ
શેલ્ટર હોમ્સ અને ફૂડ પેકેટની વ્યવસ્થા
છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં રાજ્યની તમામ ડેમોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે સમગ્ર રાજ્યની જનતાને હાઈ એલર્ટ અને સચેત રહેવાનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં વધુ પડતા વરસાદને કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે જે અંગે લઈને સવાલ કરાતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે જે લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયું છે રહેવાની સમસ્યા છે ખાવાની સમસ્યા છે તેવા લોકોને સરકારના શેલ્ટર હોમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદની વાત કરીએ તો 300 400 લોકોને અલગ અલગ જગ્યાના શેલ્ટર હોમ્સ તથા ઊંચાણ વાળી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે અને તેમના માટે ફૂડ પેકેટસની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આવી તમામ જગ્યાઓ માટે જે તે વિસ્તારના ધારાસભ્યો અને કાઉન્સિલરોને સૂચના આપવામાં આવી છે કે જે પણ વ્યક્તિ સમસ્યાનો સામનો કરી રહી છે તેમને રહેવાની અને ફૂડ પેકેટ થકી જમવાની વ્યવસ્થા કરવામાં આવે.
આ પણ વાંચોઃઅમદાવાદ: જગન્નાથ મહાદેવ મંદિર પરિવાર દ્વારા “શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા” મહોત્સવનું આયોજન