શંખેશ્વર સમીપે પાર્શ્વનાથ જન્મ કલ્યાણક નિમિત્તે પાર્શ્વ ભક્તિ ગ્રુપ ચારકોપ દ્વારા કરાયું ધાબળા વિતરણ
પાલનપુર : શંખેશ્વર સમીપે શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે પાર્શ્વ ભક્તિ ગ્રુપ ચારકોપ-મુંબઇ દ્વારા માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસુરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષા તિથિ નિમિત્તે તથા પૂજ્ય મુનિરાજ શ્રી નયશેખર વિજયજી મ.સા ની પ્રેરણાથી શ્રમજીવીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
આ સેવાકીય કાર્યમાં કર્મ વિરંગના જીજ્ઞાબેન શેઠે શ્રમજીવીઓને ધાબળા વિતરણ કર્યા હતા. આ ધાબળાના લાભાર્થી પરીવાર એક સદ્ગ્રહસ્થ પરિવાર, જીરાવલ્લા વહુઆરી સ્નાત્ર મંડળ, સ્વ.જયવંતીબેન વસંતલાલ છેડા, પ્રભાબેન જવેરચંદ વીરા, કાવ્ય દિપક વીરા,પાર્શ્વ-દેવમ્ કૌશિક હરિયા,તેજસ દિલીપ શાહ,નીલેશભાઈ દેરાજ નાગડા,પર્વ નિરજ શાહ,વિપુલ કાંતિલાલ છેડા,પ્રીતીબેન શૈલેષ દેઢિયા,ગૌતમ જયંતિલાલ સાવલા,નેપુલ લક્ષ્મીચંદ બૌઆ,જયેશ ભવાનજી પાસડ,સ્વ સુરેશ સુંદરજી ગાલા,કસ્તુરબેન વેલજી નંદુ,હિતેન સુંદરજી ગાલા,દિનેશ જાદવજી બૌઆ,કિર્તીભાઈ મકવાણા વિગેરે પરિવારે લાભ લીધો હતો.
આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રેમરત્ન પરીવારે દરેક લાભાર્થી પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના કરી તેઓના આ સેવાકીય કાર્યોને બિરદાવેલ અને આવનારા સમયમાં પાર્શ્વ ભક્તિ ગ્રુપ ચારકોપ-મુંબઇ દ્વારા અનેક વિધ સેવાકીઓ કાર્યો થાય એવી શુભેચ્છાઓ પાઠવેલ.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં પ્રવીણ માળી જીતતા ચાર યુવાનો માનતા પૂરી કરવા સાઈકલ પર ડીસા થી દ્વારકા પહોંચ્યા