ભુજના જ્યુબિલી સર્કલ પર ચકલી દિવસ નિમિત્તે કુંડા અને ચકલીઘરનું વિતરણ


ભુજ, 19 માર્ચ, 2025: વિશ્વ ચકલી દિન Sparrow Day નિમિત્તે કચ્છની જનતા માટે નિ:શુલ્કપણે પક્ષીઓને પાણી પીવા માટે નાં કુંડા અને ચકલીઘર ભુજ જ્યુબીલી સર્કલ મઘ્યેથી વિતરણ કરવામાં આવશે.
રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી. નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અને કરુણા ફાઉન્ડેશન રાજકોટના સહયોગથી અહૅમ યુવા સેવા ગ્રુપ ભુજના મેમ્બરો દ્વારા તા. 20-03-2025 ગુરુવારના રોજ પક્ષીઓનાં કુંડા, માળા- ચકલીના ફીડર ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. ધોમધખતા તાપમાં તેમજ બાર મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતા હોય છે. પક્ષીઓ તરસના કારણે તડફતા હોઈ આ અબોલ જીવનું જતન કરવું આપણી ફરજ છે.
ચકલી એ એક એવું પક્ષી છે કોઈ પણ ઝાડ પર કે અન્ય સ્થાન પર પોતાનો માળો બનાવી શકતી નથી, જેથી તેમનું જતન જરૂરી છે. પોતાના ઘર કે ઓફિસ પાસે પાણીનાં કુંડા તેમજ ચકલીના માળા રાખવા નમ્ર વિનંતી છે.
ભુજ ના દરેક વિસ્તારના લોકોને લાભ મળે તે માટે પાણીનાં કુંડા, ચકલીનાં ઘર, ચકલીના ફૂડ ફીડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
સ્થળ : જ્યુબીલી સર્કલ, ભુજ
સમય;- સવારે ૭: ૩૦ વાગ્યા થી ૯ : ૦૦ વાગ્યા સુધી.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ તમને જેલ ભેગા કરશે, ગ્રુપ એડમિન પણ જોખમમાં