ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

એરબેગ ન ખૂલતાં પુત્રના મૃત્યુથી હતાશ પિતાએ મહિન્દ્રા સહિત 14 ઉપર કેસ કર્યો

  • કાનપુરના એક વ્યક્તિએ તેના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયા બાદ આનંદ મહિન્દ્રા સહિત 14 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો કે તેમણે તેમના પુત્રને જે સ્કોર્પિયો કાર ગીફ્ટ કરી હતી તેમાં એરબેગ લગાવેલી ન હતી. જેથી તેમના પુત્રનું અકસ્માતમાં મોત થયું છે.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વ્યક્તિએ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા અને તેમની કંપનીના 13 કર્મચારીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પીડિતાએ શોરૂમ વાળા પર છેતરપિંડીનો ગંભીર આરોપ લગાવ્યો છે. ફરિયાદ બાદ કાનપુરના રાયપુરવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર પીડિત રાજેશે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે તેનામના પુત્ર અપૂર્વ મિશ્રાને સ્કોર્પિયો કાર ગિફ્ટ કરી હતી. આ ગિફ્ટ કરેલી સ્કોર્પિયો કાર લઈને અપૂર્વ 14 જાન્યુઆરી, 2022ના રોજ તેના મિત્રો સાથે લખનઉથી કાનપુર પરત ફરી રહ્યો હતો. ધુમ્મસના કારણે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આ અકસ્માતમાં અપૂર્વનું મોત થયું હતું.

સીટ બેલ્ટ લગાવ્યો હતો છતાં એરબેગ્સ ન ખુલી

તેમણે આ કાર તિરુપતિ ઓટોમોબાઈલ્સમાંથી ખરીદી હતી, ત્યારબાદ તેઓ 29 જાન્યુઆરીએ તેને શોરૂમમાં લઈ ગયા અને કારની ખામીઓ વિશે જણાવ્યું. તેણે આરોપ લગાવ્યો હતો કે સીટ બેલ્ટ હોવા છતાં એરબેગ ખુલી નહી. પીડિત રાજેશે જણાવ્યું હતું કે, જો વાહન યોગ્ય રીતે ચેક કરવામાં આવ્યું હોત તો તેમના પુત્રનું મૃત્યુ ન થયુ હોત.

ફરિયાદ કરવા પર માર માર્યો અને મારી નાખવાની ધમકી પણ આપી-પીડિત

આરોપ છે કે આ મુદ્દે વાત કરતી વખતે કંપનીના કર્મચારીઓએ તેમની સાથે દલીલ કરી હતી. પીડિતાનો આરોપ છે કે કંપનીના મેનેજર અને કર્મચારીઓએ ડાયરેક્ટરના કહેવાથી તેની અને તેના પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. બાદમાં સ્કોર્પિયોને ઉંચકીને મહિન્દ્રા કંપનીના શોરૂમ સામે પાર્ક કરી હતી. રાજેશનો દાવો છે કે કંપનીએ કારમાં એરબેગ્સ લગાવી ન હતી.

કારની તપાસ કરવામાં આવશે- પોલીસ

પીડિતે કોર્ટ દ્વારા આનંદ ગોપાલ મહિન્દ્રા સહિત 13 લોકો વિરુદ્ધ રાયપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. કાનપુર પોલીસનું કહેવું છે કે કારની તપાસ કરવામાં આવશે, આ સાથે જ કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: બે હજારની ચલણી નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ આવી ગઈ, કાઉન્ટડાઉન શરૂ?

Back to top button