અસમાજિક તત્વો દ્વારા પૈસા પડાવવા માટે પાણી નિકાલની વ્યવસ્થા ખોરવી, નેશનલ હાઇવે અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકો પરેશાન
અમદાવાદથી બાવળા રોડ પર રાજોડા વિસ્તારમાં વગર વરસાદે રસ્તા પર પાણીનો જમાવડો જોવા મળ્યો છે. હાલમાં સરકાર દ્વારા ખેડૂતો અને ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે કેનલ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ આ વિસ્તારમાં અસમાજિક તત્વાનો પાપે રસ્તા પર જરૂરી પાણી એકઠું કરીને લોકોને પરેશા કરી પૈસાની તોડ કરવાની વિગત સામે આવી રહી છે. જેના કારણે રાજોડા રોડ પર આવેલી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને તેના આસપાસના વિસ્તારોમાં રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યું છે.
રાજોડા વિસ્તારમાં અનેક મલ્ટી નેશનલ કંપનીઓ આવેલી છે જેના કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર પણ ઘણી મોટી કંપનીઓ આવેલી છે, તે સ્થિતિમાં રસ્તા પર પાણી જમા થઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે સરકાર તરફથી અને અધિકારીઓ તરફથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કેટલાંક અસમાજિક તત્વો દ્વારા બેજવાદાર પૂર્ણ રીતે સ્થાનિક નાના મોટા ઉદ્યોગકારોને હેરાન કરવા માટે પાણી નિકાલનો રસ્તો આપી રહ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.
હજી તો ચોમાસું શરૂ નથી થયું ત્યારે સરકાર તરફથી ખેતી માટે જ પાણી છોડવામાં આવે છે, તે યોગ્ય રીતે ખેડૂતો અને જરૂરી ઉદ્યોગકારો સુધી પહોંચી રહે તેના માટેની વ્યવસ્થામાં ખલેલ પહોંચાડીને પૈસા પડાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમજ કેનાલનું પાણી ઓવરફ્લો થતાં લોકોને ગરમી પહેલાં જ પાણીની અછત જોવા મળશે.
એટલું જ નહીં નોંધ કરવા જેવી બાબત એ પણ છે કે, અમદાવાદની બહારના વિસ્તારમાં આવેલા બાવળા રોડ પર રાજોડા વિસ્તારમાં કેટલાક બિન અધિકૃત પ્રોજેક્ટ તૈયાર થયેલા છે, જેમાં પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય નથી જેના કારણે અન્ય આડોસ પડોસના પ્રોજેક્ટના પણ પાણીનો યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો. સ્થાનિક ઉદ્યોગકારોનો એવો દાવો છે કે, કેટલાંક માથાભારે તત્વો દ્વારા પૈસા પડાવવા માટે આ પ્રકારની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ ખોરવી કાઢી હોવાની પણ વિગતો મળી રહી છે. આ વચ્ચે જ્યારે નહેરનું પાણી રસ્તા પર ફરી વળતા ત્યારે તેમજ કેટલાક સંજોગોમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કોઈને કોઈ પ્રકારના કામ ચાલી રહ્યા છે ત્યારે પાણીના નિકાલની સમસ્યા સૌ કોઈ માટે માથાનો દુખાવો બની રહી છે. જેની સામે તંત્ર દ્વારા ચોક્કસ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી તે જરૂરી છે.
આ પણ વાંચો : વિદેશ જવાની ઘેલછા પડી ભારે, ડોલરની લાલચમાં ગાંધીનગરના દંપતીએ ગુમાવ્યા 33 લાખ