ટ્રેન્ડિંગવર્લ્ડ

કુવૈતમાં રાજકીય સંકટ: સંસદ ભંગ અને બંધારણ સસ્પેંડ કરીને અચાનક સત્તા પલટો કરવામાં આવ્યો 

  • તેલથી સમૃદ્ધ ખાડી દેશ એવા કુવૈતમાં નવું રાજકીય સંકટ ઊભું થયું

કુવૈત, 11 મે: તેલથી સમૃદ્ધ ખાડી દેશ કુવૈતમાં એક નવું રાજકીય સંકટ ઊભું થયું છે. કુવૈતના અમીર શેખે આજે શુક્રવારે દેશની સંસદ ભંગ કરી દીધી છે. કુવૈતી મીડિયા અનુસાર, અમીરે સંસદ ભંગ કર્યા બાદ કેટલાક સરકારી વિભાગોને પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે. આ સિવાય અમીરે દેશના કેટલાક કાયદા પણ તોડી નાખ્યા છે. અમીરે એક સરકારી ટીવી ચેનલ પર આ માહિતી આપી અને આ નિર્ણયને દેશ માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યો છે. કુવૈત ન્યૂઝ એજન્સી KUNA અનુસાર, અમીરે નેશનલ એસેમ્બલીને ભંગ કરવા અને બંધારણના કેટલાક અનુચ્છેદને ચાર વર્ષથી વધુ સમય માટે સ્થગિત કરવાનો આદેશ જારી કર્યો છે. આગળ લખવામાં આવ્યું છે કે, અમીર શેખ મેશાલ અલ અહેમદ અલ જાબેર(Mishal Al-Ahmad Al-Jaber Al-Sabah) નેશનલ એસેમ્બલીની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે.

 

સંસદ શા માટે ભંગ કરવામાં આવી?

અમીરે સરકારી ટીવીમાં આપેલા સંબોધનમાં સંસદ ભંગ કરવાની જાહેરાત કરતા કહ્યું કે,”કુવૈત હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે કિંગડમને બચાવવા અને દેશના હિતોને સુરક્ષિત કરવા માટે કડક નિર્ણયો લેવામાં ખચકાટ અથવા વિલંબ કરવાને કોઈ અવકાશ નથી ” તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના અનેક વિભાગોમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, ભ્રષ્ટાચારના કારણે દેશનું વાતાવરણ બગડી રહ્યું છે. દુર્ભાગ્યે, ભ્રષ્ટાચાર સુરક્ષા અને આર્થિક સંસ્થાઓ સુધી ફેલાઈ ગયો છે.” ઉપરાંત, અમીરે ન્યાય પ્રણાલીમાં ભ્રષ્ટાચારની વાત પણ કરી છે.

વર્ષોથી રાજકીય સંકટ ચાલી રહ્યું છે

કુવૈત છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રાજકીય વિવાદોથી ઘેરાયેલું છે. દેશની વેલ્ફેર સિસ્ટમ આ સંકટનો એક મુખ્ય મુદ્દો રહી છે અને સરકારને લોન લેતા અટકાવી રહી છે. આ કારણે, તેના તેલના ભંડારમાંથી જંગી નફો હોવા છતાં, જાહેર ક્ષેત્રના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે સરકારી તિજોરીમાં બહુ ઓછા પૈસા બચ્યા છે. કુવૈતમાં પણ અન્ય અરબ દેશોની જેમ શેખ વાળી રાજાશાહી પ્રણાલી છે, પરંતુ અહીંની વિધાનસભા પાડોશી દેશો કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે.

આ પણ જુઓ: પાકિસ્તાન એરલાઈન્સનો છબરડોઃ છ વર્ષના બાળકનો મૃતદેહ ભૂલી જઈને 600 કિ.મી. દૂર પહોંચી ગઈ ફ્લાઈટ!

Back to top button