નેશનલ

બદ્રીનાથ યાત્રામાં વિઘ્ન, બદ્રીનાથ માર્ગ પર ભૂસ્ખલનથી તૂટી પડ્યો પહાડનો મોટો હિસ્સો, યાત્રાળુઓ અટવાયા

Text To Speech

ચારધામની યાત્રામાં બદ્રીનાથ માર્ગ પર ભૂસ્ખલન થતા યાત્રાળુઓની યાત્રામા વિગ્ન આવ્યું છે. બદ્રીનાથ હાઈવે પર હેલામગમાં પહાડી પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે બદ્રીનાથની યાત્રા રોકી દેવામા આવી છે.

બદ્રીનાથ માર્ગ પર ભૂસ્ખલન

ગઈ કાલે ઉત્તરાખંડના જોગીમઢ પાસે ભૂસ્ખલનની હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલનનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. જેમાં યાત્રાળુઓ જતા હોય છે અન તેમની સામે જ એકાએક ભૂસ્ખલન થતા પહાડનો મોટો હિસ્સો તૂટી પડે છે. આ જોઈને યાત્રાળુઓ પાછા દોડી આવે છે. થોડી વાર માટે યાત્રાળુઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વહીવટી તંત્રએ યાત્રા રોકાવી

બદ્રીનાથ માર્ગ પર ભૂસ્ખલન થતા કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે આ હાઈવેને બંધ કરી દેવામા આવ્યો છે. જેથી હજારો મુસાફરો રસ્તામાં અટવાઈ ગયા છે. બદ્રીનાથ હાઈવે પર હેલાંગ ખાતે પહાડ પરથી ભૂસ્ખલન થવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે.જેના કારણે વહીવટી તંત્ર દ્વારા બદ્રીનાથ યાત્રાને રોકી દેવામા આવી છે.

યાત્રીઓને સલામત સ્થળોએ રોકાવા અપીલ

આ અંગે માહિતી આપતા કર્ણપ્રયાગના સીઓ અમિત કુમારે જણાવ્યું હતું કે, “હેલાંગમાં બદ્રીનાથ માર્ગ ખોલ્યા પછી મુસાફરોને અહીથી જવા દેવામા આવશે ત્યાં સુધી આ હાઇવે પર કોઈને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ પોલીસે ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં બદ્રીનાથ જતા યાત્રીઓને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળોએ રોકાવા જણાવ્યું છે.

 આ પણ વાંચો : AMCમાંથી પગાર લઈ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવનાર અધિકારીને કરાયો ઘરભેગો, ચાર્જશીટમા થયા મોટા ખુલાસા

Back to top button