ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ChatGPT બનાવનાર કંપની OpenAIમાં ઉથલપાથલ, CEO સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી

Text To Speech
  • બોર્ડને સેમ પર વિશ્વાસ ન હોવાથી અને વાતચીતનો અભાવ હોવાથી પદ પરથી હટાવ્યા
  • OpenAIના પ્રમુખ ગ્રેગ બ્રોકમેને કંપનીના આ નિર્ણયના વિરોધમાં પદ પરથી આપ્યું રાજીનામું 
  • ભારતીય મૂળના મીરા મૂર્તિ વચગાળાના CEO તરીકેનો સંભાળશે ચાર્જ

સાન ફ્રાન્સિસ્કો [US]-OpenAI : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોટ ChatGPT બનાવનાર કંપની OpenAI તરફથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી(CEO)ના પદ પર રહેલા સેમ ઓલ્ટમેનની કંપની બોર્ડ દ્વારા શુક્રવારે હકાલપટ્ટી કરવામાં આવી છે. જે બાદ OpenAIના પ્રમુખ ગ્રેગ બ્રોકમેને કંપનીના આ નિર્ણયના વિરોધમાં પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીએ એક બ્લોગમાં ખુલાસો કર્યો છે કે, OpenAIના બોર્ડને હવે ઓલ્ટમેન પર વિશ્વાસ નથી. બોર્ડને તેની નેતૃત્વ ક્ષમતામાં વિશ્વાસ નહોતો. તેનું મુખ્ય કારણ બોર્ડના સભ્યો અને સેમ ઓલ્ટમેન વચ્ચે વાતચીતનો અભાવ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બોર્ડને નથી લાગતું કે ઓલ્ટમેન કંપનીને આગળ લઈ જઈ શકશે, ઓલ્ટમેન પોતાની જવાબદારી નિભાવવામાં પાછા પડ્યા છે. કંપનીને નવા નેતૃત્વની જરૂર છે. ભારતીય મૂળના અને કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મૂર્તિ હાલના સમય માટે વચગાળાના CEO તરીકેનો ચાર્જ સંભાળશે.

 

સેમ ઓલ્ટમેને ટ્વિટર પર તેમની લાગણી કરી વ્યક્ત

OpenAIના ભૂતપૂર્વ CEO સેમ ઓલ્ટમેને ટ્વીટ દ્વારા તેમની લાગણી વ્યક્ત કરી હતી. જેમાં સેમ ઓલ્ટમેને ટ્વીટ કરી લખ્યું કે, “ OpenAIમાં વિતાવેલો સમય મને ગમ્યો. મને કંપનીમાં પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનો સૌથી વધુ આનંદ આવ્યો છે. રાજીનામું એ પરિવર્તનકારી નિર્ણય હતો. હવે હું શું કરીશ, શું થશે તે હું તમને પછી કહીશ.

 

બ્રોકમેને તેના સાથીદારોને મેઈલ કર્યો

સેમ ઓલ્ટમેનને CEO તરીકે પદ પરથી હટાવ્યા બાદ આ નિર્ણયથી કંપનીના પ્રમુખ ગ્રેગ બ્રોકમેને પણ રાજીનામું આપ્યું છે.  બ્રોકમેને કંપનીના તેના તમામ સાથીદારોને એક મેઇલ મોકલ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, “હું તમને શુભેચ્છા પાઠવું છું. હું એક સુરક્ષિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બનાવવા માંગતો હતો જે સમાજને લાભ આપી શકે.”

ભારતીય મૂળના મીરા મૂર્તિ વચગાળાના CEO  

અહેવાલો અનુસાર, ભારતીય મૂળના અને કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મૂર્તિ હાલના સમય માટે વચગાળાના CEO તરીકેનો ચાર્જ સંભાળશે. આ ઉપરાંત કંપની કાયમી CEOની શોધ પણ ચાલુ રાખશે.

આ પણ જુઓ :ChatGPTના સ્થાપક સેમ ઓલ્ટમેને કઈ રીતે આપ્યું હિન્દીમાં પ્રેઝન્ટેશન?

Back to top button