રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીના પ્રખ્યાત લોકમેળામાં SOPના ધજાગરા
- TRP કાંડ પછી કલેકટરે 45 નિયમોની SOP બનાવી હતી
- ફાઉન્ડેશન ભર્યા વગર જ રાઈડસ ઊભી કરવામાં આવી
- રૂપિયા 1.27 કરોડમાં 31 પ્લોટસ રાઇડસ માટે ખરીદ્યા
રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીના પ્રખ્યાત લોકમેળામાં SOPના ધજાગરા ઉડ્યા છે. લોકમેળામાં SOPનું સુરસુરિયું થતા નિયમોનું પાલન ના થતું હોવા છતાં તંત્ર મૌન છે. જેમાં લોકમેળામાં રાઈડસ સંચાલકો દ્વારા કોઈ ફાઉન્ડેશન ભરવામાં આવ્યું નથી. તેમજ ફાઉન્ડેશન ભર્યા વગર જ રાઈડસ ઊભી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સુરત: મુસાફરોની સુવિધા વધારવા અગસ્તક્રાંતિ ટ્રેન માટે તંત્રએ લીધો મોટો નિર્ણય
TRP કાંડ પછી કલેકટરે 45 નિયમોની SOP બનાવી હતી
કલેક્ટર દ્વારા ફાઉન્ડેશન અને સોઈલ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેમાં TRP કાંડ પછી કલેકટરે 45 નિયમોની SOP બનાવી હતી. તેમાં SOPનું પાલન ના થતું હોવા છતાં તંત્રએ કોઇ કાર્યવાહી કરી નથી. રાજકોટના રેસકોર્સ મેદાનમાં સાતમ-આઠમના તહેવારોમાં યોજાનારા લોકમેળામાં દર વર્ષે પાંચ દિવસમાં 15 લાખથી વધુ લોકો આવે છે. ત્યારે લોકોમેળાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. જોકે, આ વખતે 24થી 28 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો યોજાનારા લોકમેળામાં એકસાથે તમામ મોટી રાઇડસની ખરીદી કરતા વિરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે ગ્રીનલેન્ડ ચોકડી અને નાનામવા સર્કલ પાસે ખાનગી મેળાનું આયોજન કરીએ છીએ.
રૂપિયા 1.27 કરોડમાં 31 પ્લોટસ રાઇડસ માટે ખરીદ્યા
જોકે, આ વખતે રાજ્ય સરકારની કડક ગાઈડલાઈનના કારણે કોઈએ હરાજીમાં ભાગ ન લેતા ખાનગી મેળા સંચાલકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેથી, અમે યાંત્રિક રાઈડસની હરાજીમાં ભાગ લીધો હતો. જેમાં 31 મોટી રાઇડસની અપસેટ પ્રાઈઝ 1.18 કરોડ હતી. જોકે, બોલી લગાવતા 1.27 કરોડમાં 31 પ્લોટસ મળ્યા હતા. આ વખતે પ્રથમ વખત રેસકોર્સ મેદાનમા લોકમેળામાં રાઇડસ રાખીશું અને NDT રિપોર્ટ, ફાઉન્ડેશન અને ફિટનેસ સર્ટિફિકેટ સહિતના નિયમોનું પાલન કરીશું. મેં બિલ્ડિંગ લાઈનમાં કામ કરેલું છે અને SOP તે મુજબનીજ હોય છે. રાજકોટ બહારના કોઈ વ્યક્તિ આવી ન જાય તે માટે રૂપિયા 1.27 કરોડમાં 31 પ્લોટસ રાઇડસ માટે ખરીદ્યા છે.
લોકમેળાનું નામ ‘ધરોહર’ નક્કી રાખવામાં આવ્યું
રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીનો લોકમેળો દેશભરમાં પ્રચલિત છે. દર વર્ષે તંત્ર દ્વારા મેળાના નામકરણ માટે રાજકોટની જનતાને જોડવામાં આવી હતી. જેમાં તમામ શહેરીજનો દ્વારા તેમની પસંદગીનું નામ મોકલવામાં આવેલ હતુ. ત્યારે કલેકટર પ્રભવ જોષી દ્વારા આ યાદીમાંથી એક નામ પંસદ કરી આગામી તારીખ 24થી 28 ઓગસ્ટ 2024 સુધી યોજાનારા લોકમેળાનું નામ ‘ધરોહર’ નક્કી રાખવામાં આવ્યું હતુ. તો બીજી તરફ લોકમેળામાં વર્ષોથી રાઈડ્સ રાખનારા કડક SOPનો વિરોધ કરી રહ્યા હતા. જેને લઇને તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 3 વખત હરાજી કરાયા બાદ પણ કોઈએ ભાગ લીધો ન હતો. જેથી વહીવટી તંત્ર દ્વારા ખાનગી મેળાના આયોજકોને આમંત્રિત કર્યા હતા. જેમાં એક ખાનગી મેળા સંચાલકે 1.27 કરોડમાં એકસાથે 31 પ્લોટ ખરીદ્યા હતા. જેથી તમામ મોટી રાઇડસ એક વ્યક્તિને આપવામાં આવી છે.