ઉત્તર ગુજરાતગુજરાતધર્મ

અંબાજી મંદિરમાં ગુપ્ત પૂજાના હકને લઈને પૂજારીના પરિવારમાં વિવાદ, કાકા- ભત્રીજા પહોંચ્યા હાઇકોર્ટના દ્વાર

Text To Speech

અંબાજી મંદિરમાં પરંપરાગ પૂજા કરતા આવતા અંબાજી મંદિરના પુજારીનું અવસાન થતા વારસાગત પૂજાની જવાબદારી પૂજારીના દિકરાએ સંભાળી હતી. પરંતું તેમનું પણ અનવસાન થતા હવે કાકા અને ભત્રીજા વચ્ચે આ પૂજાની જવાબદારી લેવા માટે વિવાદ સર્જાયો છે.

અંબાજી-humdekhengenews

જાણો સમગ્ર મામલો

યાત્રાધામ અંબાજીના દર્શનાર્થે રોજ હજારો-લાખો ભક્તો આવતા હોય છે. અહી ભક્તો મા અંબેની પૂજા અર્ચના કરતા હોય છે. જેમાં અંબાજીમાં આવેલા અંબા માતાના મંદિરના ગર્ભ ગૃહમાં ગુપ્ત પૂજા કરાવા અંગે વિવાદ સર્જાયો છે. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં ગુપ્ત પૂજા કરવાના મામલે પૂજારીના પરિવારમાં વિવાદ સર્જાયો છે. પરંપરાગત પૂજા કરતા આવતા પૂજારીના અવસાનથી આ પૂજા કરવા માટેની જવાબદારી લેવા માટે પૂજારીના પરિવારમાં વિવાદ સર્જાયો છે. જેથી આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે.

હાઇકોર્ટે કરી ટકોર

આ મામલો હાઇકોર્ટમાં પહોંચતા જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વારસાગત પૂજા અટકાવી શકાશે નહીં તેવી ટકોર કરી હતી. અને સાથે જ હાઈકોર્ટે કલેક્ટર, પરંપરાગત પૂજારી પરિવાર અને સરકારને નોટિસ પાઠવી છે.

મંદિરના ટ્રસ્ટનો શુ છે નિયમ

અંબાજી મંદિરના ટ્રસ્ટ માટે બનાવેલ નિયમો મુજબ મંદિરની સેવા પૂજા કરાવા માટેનો અધિકાર સરકારે પૂજારી કાંતિલાલ ઠાકરને આપ્યો હતો. અને 1984 માં તેમનુ અવસાન થતા વીલ મુજબ સરકારે તેમના બે પુત્રોમાંથી મોટા પુત્ર મહેન્દ્રકુમાર ઠાકરને આ જવાબદારી સોંપી હતી. અને થોડા સમય પહેલા મહેન્દ્રકુમારનું પણ અવસાન થતા તેમના બ પુત્રોએ મંદિરની પૂજાની જવાબદારી મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ તેની સામે કાંતિલાલ ઠાકરના બીજા પુત્ર દેવીપ્રસાદે ઠાકરે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો :‘પ્રમુખસ્વામી નગર’ના પ્રવેશદ્વાર બન્યા આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે તેની ખાસિયતો

Back to top button