ગુજરાતના 3 સરકારી બાબુઓ પાસે અપ્રમાણસર મિલકતો હોવાથી તપાસ શરૂ
- અપ્રમાણસર મિલકત ધરાવનારા સરકારી કર્મીઓ વિરુદ્ધ એસીબીએ લાલ આંખ કરી
- 1, 2, 3ના સરકારીકર્મી સામે એસીબીએ ગુનો નોધીને તપાસ શરૂ કરી
- આવકના પ્રમાણમાં 20.42 ટકા વધુ મિલ્કતો મળી આવી
ગુજરાતના 3 સરકારી બાબુઓ પાસે અપ્રમાણસર મિલકતો હોવાથી તપાસ શરૂ થઇ છે. જેમાં પંચાયત વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પાસેથી રૂ. 88 લાખની મિલકત મળી છે. તેમાં વર્ગ 1, 2, 3ના સરકારીકર્મી સામે એસીબીએ ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
પોતાની આવકના પ્રમાણમાં 20.42 ટકા વધુ મિલ્કતો મળી આવી
પોતાની આવકના પ્રમાણમાં 20.42 ટકા વધુ મિલ્કતો મળી આવી છે. અપ્રમાણસર મિલકત ધરાવનારા સરકારી કર્મીઓ વિરુદ્ધ હવે એસીબીએ લાલ આંખ કરી છે. જેમાં ત્રણ સરકારી બાબુઓ સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોધ્યો છે. જેમાં ત્રણમાંથી એક નિવૃત થઇ ચુક્યા છે. જેમાં પાટડીના નાયબ કલેકટર સુનીલકુમાર વસાવા જેઓ હાલ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે તેમની પાસેથી રૂ. 88.84 લાખની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કચ્છ સાથે 4 રાજ્યોમાં એક સાથે ભૂકંપ અનુભવાયો
નિવૃત અશોક પટેલ પાસેથી 20.73 લાખની મિલ્કત મળી
ગોધરાના તત્કાલિન સિનિયર ફૂડ સેફ્ટી ઓફ્સિર અને હાલ નિવૃત અશોક પટેલ પાસેથી 20.73 લાખની મિલ્કત મળી આવી. અને મહુવાના તત્કાલિન સર્કલ ઓફ્સિ અરુણ પટેલ પાસેથી રૂ. 14.47 લાખની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. હાલમાં એસીબીએ ત્રણેય સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. પાટડીના તત્કાલિન નાયબ કલેકટર સુનીલ વસાવા ક્લાસ વન રેન્કના અધિકારી છે અને હાલ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે. તેમણે વર્ષ 2008ના એપ્રિલ મહિનાથી લઈને 2018ના મે મહિના સુધીમાં પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને પોતાની આવક કરતા 59.26 ટકા વધુ મિલક્ત વસાવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીને લાંચ લેતા ACBએ સકંજામાં લીધા
એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી
ગોધરાના તત્કાલિન સિનિયર ફૂડ સેફ્ટી ઓફ્સિર અને હાલમાં નિવૃત અશોક પટેલે પોતાની નોકરી દરમ્યાન વર્ષ 2002ના જાન્યુઆરી મહિનાથી વર્ષ 2019ના ડીસેમ્બર મહિના સુધીમાં રૂ. 20.73 લાખની મિલકતો અને સંપતી વસાવી લીધી છે. મહુવાના તત્કાલિન સર્કલ ઓફ્સિર અરુણ પટેલે પાસેથી પણ રૂ. 14.47 લાખની અપ્રમાણસરની મિલકતો મળી આવી છે. એટલે કે પોતાની આવકના પ્રમાણમાં 20.42 ટકા વધુ મિલ્કતો મળી આવી છે. ત્યારે ત્રણેય અધિકારીઓ સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.