ગુજરાત

AMC માં ગેરકાયદેસર બાંધકામની 3486 અરજીનો નિકાલ કર્યો

Text To Speech

AMC દ્વારા ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે ઈમ્પેક્ટ ફી અરજીનો ઝડપી નિકાલ કરવા તાકીદ કરવામાં આવ્યા છે. ઈમ્પેક્ટ ફીના કાયદાની જોગવાઈઓ વધુ સરળ અને વ્યવહારું બનાવવાની જરૂર હોવાની મ્યુનિ.માં ચર્ચા શરૂ થઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે ઈમ્પેક્ટ ફીના કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે. AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગ દ્વારા ઈમ્પેક્ટ ફી અંતર્ગત તા. 14 ઓગસ્ટ, 2023 સુધીમાં કુલ 3,486 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને કુલ રૂ. 22 કરોડ, 86 લાખથી વધુ રકમની આવક થઈ છે. 2022-2023 સુધીના સમયગાળામાં કુલ 43,392 અરજી આવી છે.

AMC કમિશનર અને ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દ્વારા શહેરના તમામ ઝોનમાં ઈમ્પેક્ટ ફીના કાયદાનો અમલ ઝડપી બનાવવા અને ગેરકાયદે બાંધકામો નિયમિત કરાવવા માટે કરાયેલી અરજીઓના નિકાલની કાર્યવાહી વધુ ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. AMCમાં 2022-23ના વર્ષ દરમિયાન તા. 14 ઓગસ્ટ, 2023 સુધીમાં ઈમ્પેક્ટ ફી હેઠળ કુલ 43,392 અરજીઓ કરવામાં આવી છે. ઈમ્પેક્ટ ફી હેઠળ શહેરના પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ 7,419 અરજીઓ આવી છે.

જ્યારે ઈમ્પેક્ટ ફી હેઠળ શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ. 8 કરોડ, 96 લાખથી વધુ આવક થઈ છે. આગામી દિવસોમાં શહેરના તમામ ઝોનમાં ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટેની અરજીઓનો નિકાલ કરવા માટેની કાર્યવાહી વધુ ઝડપી બનાવવામાં આવશે. જોકે, હજુ ઈમ્પેક્ટ ફીના કાયદાનો લાભ લેવા માટે અરજદારો આગળ આવતા નથી અને તે માટે કેટલાંક કારણો અને ફેક્ટર જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

Back to top button