ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા પાલિકામાં મિલકત અંગેની વાંધા અરજીઓનો નિકાલ

Text To Speech
  • આકારણી બાદ વિસંગતતા જણાતા વાંધા અરજી મંગાવાઈ હતી
  • 100 ઉપરાંત અરજીઓનો સમાધાન કરી સુખદ નિકાલ

બનાસકાંઠા 29 જૂન 2024 : ડીસા નગરપાલિકામાં મિલકતોની આકારણી પૂર્ણ થયા બાદ મિલકતમાં આકારણીમાં ભૂલ કે ખોટી રીતે થઈ હોય તે અંગેની વાંધા અરજીઓનો સુનાવણી કરી સમાધાન કરાવી સુખદ નિકાલ કરાવાયો હતો.

ડીસા નગરપાલિકામાં 53 હજાર ઉપરાંત મિલકતોની આકારણી પૂર્ણ થયા બાદ આકારણીમાં રહી ગયેલી ક્ષતિઓ અંગે મિલકત ધારકો પાસેથી વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી.જેની સુનાવણી બાદ મોટાભાગની અરજીઓ નિકાલ કરવામાં આવ્યો હતો. આ સુનાવણી પહેલા નગરપાલિકાએ મિલકત ધારકો પાસેથી વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 150 જેટલી અરજીઓ આવી હતી જેમાં કેટલાક મિલકતધારકોની એક કરતાં વધુ અરજીઓ આવી હતી. મિલકતો માટેની વાંધા અરજીમાં મિલકત વેરામાં વિસંગતતા અથવા વધારો, મિલકતના ભાડા અને માલિકના નામમાં ફેરફાર, મિલકતની આકારણીમાં વિસ્તાર માપણીમાં વિસંગતતા અથવા કોઈપણ ભૂલ, મકાન જૂનું અને જર્જરિત છે અને તેનો વેરો હાલની ઇમારત પર છે અને ખુલ્લા પ્લોટ પર આકારણી નથી સહિતના વાંધા રજુ કર્યા હતા.

મિલકત માલિકો તરફથી વાંધો મળ્યા બાદ પાલિકાના કર્મચારીઓની ટીમોએ વાંધાઓના આધારે સ્થળ તપાસ કરી હતી. જેના આધારે ડીસા નગરપાલિકાના માનવ રાહત સમિતિના ચેરમેન રાજુભાઇ ઠાકોર, કારોબારી ચેરમેન રવિ ઠક્કર, પાલિકા સદસ્ય શૈલેષભાઈ પ્રજાપતિ, દિપક પઢિયાર,વસંતભાઈ શાહ, દેવુભાઈ માળી દ્વારા પક્ષકારો સમક્ષ રૂબરૂ વાતચીત કરી અરજીઓનો સુખદ નિકાલ કરાવાયો હતો. પ્રોપર્ટી ટેક્સની આકારણી કરવામાં આવી ત્યારે 100 ઉપરાંત વાંધાદારો આજે અહીં આવ્યા હતા અને તેમના વાંધાઓનું નિરાકરણ મેળવ્યું હતું. આ મિલકત વેરાની આકારણી બાદ પાલિકાના કર્મચારીઓની ટીમોએ વાંધાઓના આધારે સ્થળ તપાસ કરી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના માલગઢમાં યુવક સૈન્યની તાલીમ પૂર્ણ કરીને આવતા સ્વાગત સામૈયુ

 

Back to top button