દિશા પટની અને ટાઈગર શ્રોફના બ્રેકઅપનું કારણ આવ્યું સામે, દિશાના લગ્ન…
બોલિવૂડ સ્ટાર્સ ટાઈગર શ્રોફ અને દિશા પટણીનું બ્રેકઅપ બી-ટાઉનમાં ચર્ચાનો વિષય બનેલું છે. અહેવાલો છે કે બંને 6 વર્ષના રિલેશનશિપ બાદ અલગ થઈ ગયા છે. જો કે, બંનેએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધો વિશે કોઈ નિવેદન આપ્યું નથી. ઘણીવાર બંને આ સવાલના જવાબમાં સારા મિત્રો હોવાનું કહેતા આવ્યા છે. પરંતુ બંને ઘણીવાર ડિનર અને લંચમાં સાથે જોવા મળતા હતા. જ્યારથી બ્રેકઅપના સમાચાર આવ્યા છે ત્યારથી ફેન્સ તેમના અલગ થવા પાછળનું કારણ જાણવાની કોશિશ કરી રહ્યા છે.
દિશા ટાઈગર સાથે લગ્ન કરવા માંગતી હતી
જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો ટાઈગરના એક મિત્રએ જણાવ્યું કે તેમનું બ્રેકઅપ કેમ થયું. મિત્રે જણાવ્યું કે જ્યારથી ટાઈગરે તેના માતા-પિતા જેકી અને આયેશાથી અલગ રહેવાનું શરૂ કર્યું ત્યારથી તે દિશા સાથે લિવ-ઈનમાં રહેતો હતો. તેઓ લાંબા સમયથી સાથે હતા અને દિશાને લાગવા લાગ્યું હતું કે હવે તેઓએ લગ્ન કરી લેવા જોઈએ.
દિશાએ ટાઇગરને તેના મનની વાત કરી
આ બાબતે તેઓના એક નજીકના મિત્રએ પણ જણાવ્યું કે દિશાએ ટાઇગરને તેના મનની વાત કરી હતી. પરંતુ ટાઇગરે આ વાત ટાળી દીધી હતી.દિશાએ લગ્નની વાત ટાઈગરને બે ત્રણ વાર કહી. પરંતુ દરેક વખતે ટાઇગરનો જવાબ ‘ના, હતો. અને કહેતો હતો કે હાલ નહી હજુ વાર છે. દિશા લગ્ન કરવા માંગતી હતી પરંતુ ટાઈગર તૈયાર નહોતો. જ્યારે પૂર્વ કપલના મિત્રને પૂછવામાં આવ્યું કે દિશા બ્રેકઅપ પર કેવી રીતે ડીલ કરી રહી છે? આના પર તેણે જવાબ આપતા કહ્યું, “દિશાએ તેને સકારાત્મક રીતે લીધું છે. તે ગુસ્સે નથી.” એમ પણ કહ્યું કે કોણ જાણે છે કે તેઓ થોડા સમય પછી બન્ને સાથે પણ હોય.
જેકી શ્રોફે પણ દિશા-ટાઈગર વિશે કરી હતી વાત
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, જેકી શ્રોફે એક મોટું નિવેદન આપ્યું હતું, જેમાં તેના પુત્ર અને દિશા વચ્ચેના સંબંધોની સ્થિતિનો ખુલાસો કર્યો હતો. એક મીડિયા ઓર્ગેનાઈઝેશનને આપેલા ઈન્ટરવ્યુમાં જેકી શ્રોફે કહ્યું, “ટાઈગર અને દિશા હંમેશા મિત્રો હતા અને હજુ પણ છે. હું હજુ પણ તેમને સાથે બહાર જતા જોઉં છું. એવું નથી કે હું મારા પુત્રની લવ લાઈફ પર નજર રાખું છું.હું તેમની પ્રાઈવેસીમાં દખલ કરવા નથી માંગતો. પરંતુ મને લાગે છે કે તેઓ ખૂબ સારા મિત્રો છે. તેઓ કામ સિવાય એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.”