દિશા-ટાઇગરનું બ્રેક અપ થયું જ ન હતું કે પછી પેચ-અપ થયું?
- દિશા અને ટાઇગરની જોડી ફરી એકવાર મોટા પડદા પર જોવા મળી શકે છે. આ પહેલાં બંનેએ અગાઉ ‘બાગી 2’માં સાથે કામ કર્યું હતું. બંને કલાકારો મિશન મંગલ ફેમ ફિલ્મ નિર્માતા જગન શક્તિની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘હીરો નંબર 1’ છે.
મુંબઈઃ દિશા પટણી અને ટાઇગર શ્રોફની ઓનલાઇન કેમેસ્ટ્રી અને ઓફ લાઇન દોસ્તી હંમેશા ચર્ચામાં રહે છે. એવું કહેવાય છે કે બંને ક્યારેક રિલેશનશિપમાં હતાં, પરંતુ તેમનું બ્રેકઅપ થઇ ચૂક્યું છે. જોકે બંનેના બ્રેકઅપના સમાચારે ફેન્સને હેરાન પરેશાન કરી દીધા હતા. હવે બંનેની સાથે કામ કરવાની વાત બહાર આવી છે. આ જોડીએ જોકે રિલેશનની વાત કે પછી બ્રેકઅપની વાત ક્યારેય કોઇની સામે સ્વીકારી નથી.
જોકે તેમના બ્રેકઅપના સમાચાર છતાં પણ ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફ અને દિશાને ઘણી વખત સાથે જોવામાં આવ્યાં હતાં. હવે તાજેતરમાં દિશા અને ટાઈગર સાથે કામ કરી રહ્યાં હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સાથે એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે શું બગડી ગયેલા સંબંધો ફરી સુધરશે કે પછી દર્શકોને તેમની જોડી ઑનલાઇનની સાથે સાથે પરદા પાછળ પણ એક જોવા મળશે?
સ્વીકાર્યા છે મિત્રતાના સંબંધો
ટાઈગર શ્રોફ અને દિશા પટણી વચ્ચે રિલેશન હતા કેમ કે બંને અનેક વાર સાથે જોવા મળ્યાં છે. ક્યારેક રેસ્ટોરાંમાં તો ક્યારેક ડેટિંગ પર, તો ક્યારેક ખુલ્લા રસ્તા પર હાથમાં હાથ નાંખીને, પરંતુ આ બંનેએ એકબીજાને માત્ર મિત્ર જ ગણાવ્યા છે, એનાથી વિશેષ કશું જ નહિ. જ્યારે તેમના બ્રેકઅપની વાત થઈ ત્યારે ફેન્સનું દિલ તૂટી ગયું હતું, પરંતુ હવે બંનેના ફેન્સ માટે સારા સમાચાર છે કે આ જોડી ફરી એકવાર સાથે જોવા મળવાની છે.
ફરી મોટા પરદે મચાવશે ધમાલ
દિશા અને ટાઇગરની જોડી ફરી એકવાર મોટા પડદા પર જોવા મળી શકે છે. આ પહેલાં બંનેએ અગાઉ ‘બાગી 2’માં સાથે કામ કર્યું હતું. તેમની જોડી લોકોને ખૂબ પસંદ પડી હતી. બંને કલાકારો મિશન મંગલ ફેમ ફિલ્મ નિર્માતા જગન શક્તિની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘હીરો નંબર 1’ છે.
દિશા પટણીએ સારા અલી ખાનને રિપ્લેસ કરી!
ફિલ્મ મેકર્સે ફિલ્મ ‘હીરો નંબર 1’માં મુખ્ય ભૂમિકા માટે સારા અલી ખાનની પસંદગી કરી હતી. જો તેણે ટાઇગર સાથે ફિલ્મમાં કામ કર્યું હોત તો આ નવી જોડીએ મોટા પડદા પર પહેલી વાર લોકોનું મનોરંજન કર્યું હોત, પરંતુ તારીખોની સમસ્યાને કારણે સારા અલી ખાને ફિલ્મ છોડવી પડી. આ કારણે હવે દિશા પટણીને ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રોલ માટે પસંદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગ્રહણ સમયે બિલકુલ ન કરશો આટલાં કામ, આવી શકે છે દરિદ્રતા