ટોપ ન્યૂઝનેશનલ

UNનો ચંચુપાત, જોધપુર હિંસા મુદ્દે શાંતિ જાળવવાની સુફિયાણી સલાહ આપી

Text To Speech

રાજસ્થાનના જોધપુરમાં થયેલી હિંસા પર સંયુક્ત રાષ્ટ્રમાં પણ ચર્ચા થઈ રહી છે અને ભારતને સુફિયાણી સલાહ શાંતિ જાળવવા માટે આપીને ભારતની આંતરિક બાબતમાં ચંચુપાત કરવાની ચેષ્ટા કરી છે. યુએનના પ્રવક્તાએ બુધવારે ભારત સરકાર અને એજન્સીઓને શહેરમાં શાંતિ અને સંવાદિતા સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી. આ ઉપરાંત, યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસના કાર્યાલયે શહેરના તમામ સમુદાયોને સાથે મળીને કામ કરવા અપીલ કરી છે. જોધપુરમાં ઈદ દરમિયાન હંગામો થયો હતો. આ પછી પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી હતી. આ સાથે ઈન્ટરનેટ બંધ કરવા જેવા પગલા પણ લેવામાં આવ્યા હતા.

જ્યારે ઈદ પહેલા હિંસા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે યુએનના સેક્રેટરી જનરલના ડેપ્યુટી પ્રવક્તાએ કહ્યું, “મને લાગે છે કે મૂળ વાત એ છે કે અમારી આશા એ છે કે વિવિધ સમુદાયો સાથે મળીને કામ કરશે અને સરકાર અને સુરક્ષા દળો એ સુનિશ્ચિત કરશે કે દરેક વ્યક્તિ શાંતિમાં છે. જેથી તમે તહેવાર સહિતની તમારી પ્રવૃત્તિઓ કરી શકો. હિંસા દરમિયાન પાંચ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, એડીજી (કાયદો અને વ્યવસ્થા) એચએસ ઘુમરિયાએ જણાવ્યું કે આજે પણ જિલ્લામાં ભારે પોલીસ દળ તૈનાત છે અને કર્ફ્યુનો ‘કડકથી અમલ’ કરવામાં આવ્યો છે. “જિલ્લામાં નાની ઘટનાઓ પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે,” તેમણે કહ્યું. હિંસા સંબંધિત મામલામાં અત્યાર સુધીમાં 97 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Back to top button