ગુજરાતટોપ ન્યૂઝ

ભાજપની કમલમના બદલે પથિકાશ્રમમાં મળી બેઠક પર મોટા સસ્પેન્શની ચર્ચા

Text To Speech
  • પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની હાજરીમાં મળી બેઠક
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી પણ બેઠકમાં ઉપસ્થિત
  • ઘણાં વરિષ્ઠનેતાઓ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા 

લોકોસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે આજે આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપની ગાંધીનગરમાં એક બેઠક યોજાવામાં આવી. પણ આ બેઠકમાં કેટલાક ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક ગુજરાત ભાજપના કાર્યાલય કમલમમાં યોજાવાના બદલે ગાંધીનગરમાં પથિકાશ્રમમાં યોજાવામાં આવી છે.

ભાજપે આ બેઠક કમલમમાં યોજાવાને બદલે ગાંધીનગરના પથિકાક્ષશ્રમ ખાતે યોજવાનું આયોજન કર્યું અને આ બેઠકમાં માત્ર 52 નેતાઓને જ આમંત્રણ અપાયું છે. ભાજપ આ 52 નેતાઓને સાથે રાખીને લોકસભાની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. બંધબારણે મળેલી બેઠકમાં ઘણાં પ્રશ્નો પર બેઠકના કોર કમિટીના નેતાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચો : દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં ઈ-નોટરી સિસ્ટમ લાગુ થશે, શું લાભ મળશે?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લોકસભા ચૂંટણી 2024ને લઈને મળેલી આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ બેઠકમાં હાજર રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ બેઠકમાં હાજર રહ્યા છે. તેમજ આ બેઠકમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા.

આ સાથે જ મંત્રી કુબેર ડિંડોર અને કુંવરજી બાવળીયા, મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ મંત્રી આર સી ફળદુ તેમજ પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પુર્વ મહામંત્રી કે. સી. પટેલ, પ્રદીપ ખીમાણી, પુર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય અમિત ઠાકર, પુર્વ મંત્રી ભુપેંદ્રસિહ ચુડાસમા, મંત્રી ભાનુ બાબરીયા, પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે

Back to top button