ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના નવા પોલીસ કમિશનર માટે આ IPSના નામની ચર્ચા

  • અજય તોમર અને સમશેરસિંઘના નામો પણ ચર્ચામાં
  • ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્રને કમિશનરેટમાં તબદિલ કરાશે
  • સંજય શ્રીવાસ્તવ રવિવારની સાંજે વયનિવૃત થશે

ગાંધીનગરમાં પોલીસ કમિશનરેટ નહિ અને અમદાવાદમાં નવા કમિશનર નહીં IPSમાં ધરમૂળથી ફેરફારમાં સરકાર ગોથે ચઢી, 48 કલાક મહત્ત્વના 109 IPSની બદલીઓ પછી ત્રણ સપ્તાહથી IPS ઓફિસર્સમાં પણ ધરમૂળથી ફેરફાર કરવા આખી સરકાર ગોથે ચઢી છે. આ સ્થિતિમાં 30મી એપ્રિલને રવિવારે સંજય શ્રીવાસ્તવની વયનિવૃતિ બાદ અમદાવાદ પોલીસ કમિશનરેટને નવા કમિશનર મળે તેવી શક્યતા નહિવત છે. બીજી તરફ 3 વર્ષ જૂના નિર્ણયના અમલ અર્થે 1લી મેને ગુજરાત સ્થાપનાદિને ગાંધીનગરને ‘પોલીસ કમિશનરેટ’માં તબદિલ કરવાનુ પણ પડતુ મુકાય તો નવાઈ નહી.

આ પણ વાંચો: વડોદરામાં રોડ બનાવવાના કામોમાં ભ્રષ્ટાચાર થતાં ACBને સોંપાઈ તપાસ

સંજય શ્રીવાસ્તવ રવિવારની સાંજે વયનિવૃત થશે

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રવિવારની સાંજે વયનિવૃત થશે. તેમના પછી નવા કમિશનરની નિયુક્તિને બદલે ટૂંકી મુદ્દત માટે અમદાવાદના સિનિયર IPSને ચાર્જ સોંપવા માટેનો વિકલ્પ તૈયાર હોવાનું જણાવતા ટોચના સુત્રોએ કહ્યુ કે, વિતેલા બે સપ્તાહમા રાજ્યવ્યાપી IPSની બદલીઓ માટે બબ્બે વખત ઉચ્ચસ્તરે બેઠકો મળી છે. જેમાં બદલીઓ સાથેના વિકલ્પો ઉપર ચર્ચા થઈ છે. એથી આગામી 48 કલાકમાં અમદાવાદમાં નવા પોલીસ કમિશનર કે ઈન્ચાર્જ કમિશનર ? એ પ્રશ્ન ઉપર પણ પૂર્ણવિરામ મુકાશે. આ સાથે જ IPS ઓફિસરોમાં પણ ધરમુળથી ફેરફારની જાહેરાત પણ થઈ જશે.

આ પણ વાંચો: AAPના વિધાનસભાના ઉમેદવારની મુશ્કેલીઓ વધી, ફાયરિંગ કેસમાં ભરાયા 

ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્રને કમિશનરેટમાં તબદિલ કરાશે

ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્રને કમિશનરેટમાં તબદિલ કરવા બજેટમા જોગવાઈ થઈ હોવા છતાંયે હવે તેનો અમલ વધુ પાછળ ધકેલાશે એમ કહેવાય છે. કારણ કે, જો ગાંધીનગરને કમિશનરેટ અપાય તો જ્યાં શહેરી વસ્તી અને કાયદો વ્યવસ્થાના પ્રશ્નો વધુ છે તેવા ભાવનગર, જામનગર, જૂનાગઢ એ ત્રણ મહાનગરોનું શું ? આથી, પાટનગરમાં સચિવાલય તેમજ VVIP મુવમેન્ટ તેમજ સરકારી મોટા કાર્યક્રમોને ધ્યાને રાખીને વધુ એક DSPની જગ્યા સહિતનું તંત્ર ઉભુ કરવાનો વિકલ્પ છે.

આ પણ વાંચો: ગુજરાત: નળ સે જળ યોજનાની કામગીરીમાં ગેરરીતી 

અજય તોમર અને સમશેરસિંઘના નામો પણ ચર્ચામાં

રાજકોટકાંડમાં છેક ચોકી સોરઠ, જૂનાગઢમાં બદલી છતાંયે IPS મનોજ અગ્રવાલ અમદાવાદમાં રહે છે. અમદાવાદમાં નવા પોલીસ કમિશનર માટે તેમણે પણ ઉચ્ચસ્તરે દાવો કર્યાનું કહેવાય છે. ઉપરાંત અનિલ પ્રથમ, જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ડો. કે.એન.એલ રાવ, અજય તોમર અને સમશેરસિંઘના નામો પણ ચર્ચામાં છે.

Back to top button