અમદાવાદ એરપોર્ટ પર નોકરી કરતી મહિલાની હોટેલમાંથી લાશ મામલે થયો ખુલાસો


- અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાયો
- હોટેલ તંદુર પેલેસના રૂમમાંથી તેની લાશ મળી હોવાની જાણ થઈ
- પોલીસે હોટેલના સીસીટીવી ફૂટેજ અને FSLની મદદથી વઘુ તપાસ શરુ
અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી 23 વર્ષની મહિલાનો મૃતદેહ હાસોલ ચોકી સામે આવેલી હોટેલમાંથી મળી આવ્યો હતો. હાલ, મહિલાની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. એરપોર્ટ પોલીસે હોટેલના સીસીટીવી ફૂટેજ અને FSLની મદદથી વઘુ તપાસ શરુ કરી છે.
અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાયો
અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી ચિંતન વાઘેલાની ધરપકડ કરી છે. ગઈકાલે તંદુર પેલેસ હોટેલમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમાં પૈસાની લેતી દેતીમાં યુવતીની હત્યા કરી આરોપી ફરાર થયો હતો. અમદાવાદ એરપોર્ટ પાસેની તંદૂર પેલેસ હોટલમાંથી યુવતીની લાશ મળી હોવાના કેસને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેને જ ગળેટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
હોટેલ તંદુર પેલેસના રૂમમાંથી તેની લાશ મળી હોવાની જાણ થઈ
મૂળ ઉત્તર પ્રદેશના કાજીપુર સંત કબીર નગરની રહેવાસી અને હાલ રામોલ મદની રહેવાસી 23 વર્ષીય નસરીનબાનુ ફિરોજ અખ્તરભાઈ અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂટ કોર્ટમાં નોકરી કરતી હતી. રવિવારે (16 માર્ચ) બપોરે એરપોર્ટ પોલીસને એરપોર્ટ નજીક હાસોલ ચોકી સામે હોટેલ તંદુર પેલેસના રૂમમાંથી તેની લાશ મળી હોવાની જાણ થઈ હતી.