ગુજરાતદક્ષિણ ગુજરાત

ભર ઉનાળે આકાશી આફત વરસી ! રાજ્યમાં વીજળી પડવાથી 4 લોકોના મોત

Text To Speech
  • રાજ્યમાં વીજળી પડવાથી 4 લોકોના મોત
  • કમોસમી વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓ વધી
  • દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો

રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કુદરતી આફતનો કહેર જોવા મળી રહ્યો છએ. એક બાજુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો બીજી બાજુ વીજળી પડવાથી કેટલીક લોકોને પોતાનો જીવ ગૂમાવ્યો છે.

વીજળી પડવાથી 4 લોકોના મોત

રાજ્યમાં ફરી એક વાર આકાશી આફતનો કહેર જોવા મળી રહ્યો છે. ગઈ કાલે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અનેકેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે રાજ્યમાં વીજળી પડવાથી 4 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

વીજળી-humdekhengenews

જાણો ક્યા જિલ્લામાં વીજળીએ કહેર વરસાવ્યો

રાજ્યમાં વાતાવરણમા પલટો આવતા કામરેજમાં એક વ્યક્તિ અને બારડોલીમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે છોટા ઉદેપુરમાં પણ એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ભરુચ જિલ્લાના આમોદ તાલુકામાં પણ વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

 આ  પણ વાંચો : મહેસાણામાં નંદાસણ નજીક ગોઝારો અકસ્માત, લક્ઝરી બસ પલટી મારતા 2ના મોત

Back to top button