ઉત્તર ગુજરાતગુજરાત

ડીસાના TDO એ. એમ. પંડ્યાને ટૂંક સમયમાં જ બદલી દેવાયા

Text To Speech

પાલનપુર : રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને ચીટનિશ કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં ડીસા તાલુકામાં તાજેતરમાં જ મુકાયેલા ટીડીઓ એ. એમ. પંડ્યા ની બદલી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ટીડીઓ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ડીસા ટીડીઓ તરીકે ગ્રામ વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે ચીટનીશ તરીકે ફરજ બજાવતા કુ. રુબીસીંગ નિશાંતસિંહ રાજપુતને મુકવામાં આવ્યા છે. જ્યારે ડીસા ટીડીઓ તરીકે તાજેતરમાં જ મુકાયેલા એ. એમ. પંડ્યાને મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવ્યા છે .આમ ડીસામાં ટૂંક જ સમયમાં ટીડીઓની બદલી થતા અનેક તર્ક થઈ રહ્યા છે.

આ પણ વાંચો : દિવાળીના શુભ મૂહુર્ત : ધનતેરસ થી લઈને લાભપાંચમ સુધીના તહેવારો ક્યારે છે ?

Back to top button