પાલનપુર : ડીસાના અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરનું એડીચોટીનું જોર
પાલનપુર : ડીસા વિધાનસભા બેઠક ઉપર આ વખતે ચાર પાંખીઓ જંગ છે. અહીંયા ભાજપના પ્રવીણ માળી, કોંગ્રેસના સંજય રબારી અને ‘આપ’ના ઉમેદવાર રમેશ પટેલ જ્યારે અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. ડીસા બેઠક ઉપર અગાઉ કોંગ્રેસ, ભાજપ અને ‘આપ’ પક્ષો વચ્ચે સ્પર્ધા યોજાવાની શક્યતા હતી. પરંતુ ભાજપ પક્ષે ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ ન આપતા લેબજી ઠાકોરે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે.20 વર્ષ પછી માળી સમાજના ઉમેદવારને ટિકિટ અપાઈ છે. ત્યારે ઠાકોર સમાજ નારાજ થયો હતો. અગાઉ સાથે રહેલો ઠાકોર સમાજ હવે અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરના સમર્થનમાં ઢળ્યો છે.
કયા પક્ષની બાજી બગાડશે તેના ઉપર સૌની નજર
જેથી ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ના ઉમેદવારોની મહેનત બેઠક ઉપર વધી જવા પામી છે. અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર તેમના પ્રચાર માટે ગામડાઓ ખૂંદી રહ્યા છે. તેમને ડીસા તાલુકાના કંસારી, બાઇવાડા, થેરવાડા, જાવલ, ઘાડા, તાલેપુરા, આગડોલ સહિતના ગામોમાં જનસંબા સંબોધી હતી. આમ અપક્ષ ઉમેદવારને લઈને ભાજપ- કોંગ્રેસમાં પણ ચિંતાની લહેર પ્રસરેલી છે. ત્યારે આ ચાર પાંખિયા જંગમાં અપક્ષ ઉમેદવાર કોની બાજી બગાડે છે અને કોણી બાજી સુધારે છે. તે આગામી આઠમી ડિસેમ્બર બાદ જાણવા મળશે.
આ પણ વાંચો :ગુજરાતના પાલિતાણામાં PM મોદીએ કહ્યું – એકતાનો માહોલ આજે ગુજરાતનો સ્વભાવ બની ગયો