ઉત્તર ગુજરાત
ડીસાના ગૃહસ્થ એ દિવ્યાંગ બાળકો સાથે દિપાવલીની ખુશીઓ વહેંચી
પાલનપુર: ડીસા ખાતે ‘ખુશીઓનું સરનામું’ દિવ્યાંગ બાળકો વચ્ચે દિવાળીની ખુશીઓ વહેંચવામાં આવી હતી. અહીંના શ્યામ બંગ્લોઝ ભાગ- 2 માં રહેતા વિક્રમભાઈ ટી.ઠક્કર નો જન્મદિવસ હોઇ પોતાનો જન્મદિવસ દિવ્યાંગ બાળકોની ડીસા સ્થિત ‘ખુશીઓનું સરનામું’ અંધજન મંડળ અમદાવાદ દ્વારા ચાલતી સંસ્થામાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકો દ્વારા સુંદર રંગોળી બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો : વિપુલ ચૌધરીને ન્યાય નહીં મળે તો અર્બુદા સેના જેલ ભરો આંદોલન કરશે…
બાળકોને ફટાકડા અને નાસ્તો આપવામાં આવતાં આનંદથી બાળકો ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના નિયામક વનરાજસિંહ, પ્રવીણભાઈ સાધુ( પૂર્વ બીઆરસી કો.ઓર્ડિનેટર ) દિલીપભાઈ ઠક્કર, રામસાભાઇ, કમલેશભાઈ ઠક્કર , વૈકુંઠભાઈ, સ્ટાફ તથા બાળકોના વાલીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોએ ફટાકડા ફોડી અને દિવાળીની ઉજવણી કરી હતી