ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાની આદર્શ બેન્કના બ્રાન્ચ મેનેજરનો યોજાયો વિદાય સમારોહ

Text To Speech

બનાસકાંઠા 01 જુલાઈ 2024 : ડીસા શહેરની અગ્રગણ્ય સહકારી બેન્ક ગણાતી આદર્શ ઓપરેટીવ બેંક ડીસાની ગાયત્રી મંદિર રોડ શાખાના બ્રાન્ચ મેનેજર સુખદેવભાઈ ઠક્કર વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા તેમનો શાખા દ્વારા વિદાયમાન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પ્રદ્યુમન અગ્રવાલ, રિજનલ હેડ કનુભાઈ જોશી, પ્રકાશભાઈ આસનાની, નરસિંહભાઈ પરમાર સહિતે ઉપસ્થિત રહી તેઓની બેંક પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા અને કામકાજને બિરદાવ્યું હતું. આ પ્રસંગે ફુલહાર શ્રીફળ મોમેન્ટો આપીને સુખદેવભાઈ ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બેંકની તમામ શાખાના બ્રાન્ચ મેનેજરો કર્મચારીઓ ઉપસ્થિત રહી તેઓને ભાવભરી વિદાય આપી નિવૃત્ત જીવન સ્વાસ્થ્ય અને નિરોગી રહે તેમજ તેઓ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો : આગામી આદેશ સુધી કે.કૈલાશનાથન નર્મદા નિગમના ચેરમેન પદે યથાવત રહશે

Back to top button