ચૂંટણી 2022

દિવ્યાંગો અને યુવાનો સંચાલિત પોલિંગ સ્ટેશન બનશે ખાસઃ શું હશે મોડલ પોલિંગ સ્ટેશનમાં?

Text To Speech

ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણીઓ કંઇક ખાસ હોય તેવુ લાગી રહ્યુ છે. ચુંટણીપંચે પણ ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ 2022ને લઇને ખાસ તૈયારીઓ કરી છે. આ વખતે કેટલાક પોલિંગ બુથને દિવ્યાંગો સંચાલિત બનાવાયા છે, તો કેટલાક પોલિંગ સ્ટેશનો યુવા મતદારો સંચાલિત હશે. આ ઉપરાંત મોડેલ પોલિંગ બુથ પણ બનાવાયા છે.

દિવ્યાંગો સંચાલિત પોલિંગ સ્ટેશનમાં શું હશે ખાસ?
સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તકો મળે તે હેતુથી આ વખતની ચુંટણીમાં રાજ્યના કુલ-182 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે. જેમાં રાજ્યના પ્રત્યેક મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ મતદાન મથક બનાવવામાં આવશે. આ મતદાન મથકોમાં પોલીંગ સ્ટાફ જેમ કે પ્રિસાઈડીંગ ઑફિસર તથા પોલીંગ ઓફિસર તરીકે દિવ્યાંગ અધિકારીની નિમણુંક કરવામાં આવશે.

દિવ્યાંગો અને યુવાનો સંચાલિત પોલિંગ સ્ટેશન બનશે ખાસઃ શું હશે મોડલ પોલિંગ સ્ટેશનમાં? hum dekhenge news

યુવા મતદારો સંચાલિત મતદાન મથક
ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે નવતર પહેલ કરી છે. જેના ભાગરૂપે યુવા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે હેતુથી દરેક જિલ્લામાં એક યુવા સંચાલિત મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ મતદાન મથકોમાં તમામ કર્મચારી કે અધિકારી યુવા હશે.

મૉડેલ પોલીંગ સ્ટેશન કેવું હશે?
ગુજરાત વિધાનસભાની ચુંટણી 2022માં મતદારોને સરળ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાન મથકને ‘આદર્શ મતદાન મથક’ બનાવાશે. રાજ્યમાં પોલિંગ સ્ટાફ અને મતદાન એજન્ટોને બેસવા માટે યોગ્ય ફર્નિચરની સુવિધા યુક્ત 182 આદર્શ મતદાન મથકની પસંદગી કરવામાં આવશે. મતદાન મથકોએ શેડ સાથેના વેઈટીંગ રૂમ, બેસવા માટે ખુરશીઓ, મતદાન મથક પર પહોંચવા અવરોધ રહિત માર્ગ, સાઈન બોર્ડ, પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની સુવિધા, રેમ્પ, વ્હીલચેર તથા પુરૂષ, સ્ત્રીઓ, વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારો માટે અલગ લાઈન જેવી વ્યવસ્થાઓ ઉભી કરાશે.

Back to top button