ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

ડીસા : ઠાકોર સમાજને ટિકિટના આપતા બે આગેવાનોએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી

Text To Speech

પાલનપુર : બનાસકાંઠાના ડીસામાં ઠાકોર સમાજના સૌથી વધુ મતદારો હોવા છતાં ભાજપ એ ઠાકોર સમાજ ને ટિકિટના આપતા ઠાકોર સમાજના બે આગેવાનોએ અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભરી ભાજપ સામે ખુલ્લો બળવો નોંધાવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે ટિકિટ માટે અનેક જગ્યાએ બળવા થયા છે. ત્યારે ડીસામાં પણ પાર્ટીએ સૌથી મોટો મતદાર ધરાવતા સમાજ ઠાકોર સમાજને ટિકિટના આપતા ઠાકોર સમાજમાં ખૂબ જ નારાજગી પ્રવર્તી જવા પામી છે.

ભાજપ એ ડીસામાં પ્રવીણ માળીને ટિકિટ આપતા આજે રાહી કોલ્ડ સ્ટોરેજ ખાતે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા .જેમાં ડીસા તાલુકા ભાજપ પ્રમુખ લેબજી ઠાકોર અને જિલ્લા ભાજપ બક્ષી મોરચાના પૂર્વ અધ્યક્ષ તેમજ ડીસા તાલુકા પંચાયત સદસ્ય ભરતજી ધૂંખ બંનેને સમાજે ચૂંટણી લડવા તૈયાર કરી વાજતે વાગતે નાયબ કલેક્ટર કચેરી જઈ બંનેને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યા હતા.ઠાકોર સમાજ-humdekhengenewsઆ અંગે ડીસા તાલુકા ભાજપ પ્રમુખ અને ડીસામાં અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા લેબજીભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, ડીસા તાલુકામાં સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો હોવા છતાં અને ઠાકોર સમાજ એ માગણી કરી હોવા છતાં ભાજપ એ અમારા સમાજ નીઅવગણના કરી છે અને અન્ય જગ્યાએ ટિકિટો આપી સમાજના યુવાનોને હારવા માટે ગેરમાર્ગે દોર્યા છે.

જ્યારે જિલ્લા ભાજપ બક્ષી મોરચાના પૂર્વ અધ્યક્ષ ભરતજી ધૂંખે જણાવ્યું હતું કે ભાજપ છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સમાજની સતત અવગણના કરતા આવ્યા છે. ડીસામાં ઠાકોર સમાજને સર્વ સમાજનો ટેકો હોવા છતાં ભાજપે અન્ય સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. જેથી ઠાકોર સમાજે અમને બંનેને હાલ ફોર્મ ભરવા આહવાન કર્યું છે. જ્યારે સમજૂતી બાદ બંનેમાંથી એક આગેવાન ચૂંટણી લડશે.

આ પણ વાંચો : સંસ્કારી નગરી વડોદરાની જનતા વિધાનસભા ચૂંટણીમાં જાણો કોના પર કરશે “વિશ્વાસ”

Back to top button