ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા : ગુરુ-શિષ્યના સંબંધ લજવ્યા, ઘેર ભણાવવા જતા ટયુશન સંચાલકે દુષ્કર્મ આચર્યુ

Text To Speech
  • સગીર વિદ્યાર્થીનીને હોટલમાં લઈ જઈ અશ્લીલ ફોટા પાડયા

પાલનપુર : ડીસામાં ફરી એકવાર ગુરુ- શિષ્યના સંબંધોને બદનામ કરતી ઘટના સામે આવી છે. ઘરે ભણાવવા જતા શખ્સે સગીર વિદ્યાર્થીનીના અશ્લીલ ફોટા પાડી દુષ્કર્મ આચરતા ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

ડીસામાં કેટલાક વાલીઓ પોતાના સંતાનને ટ્યુશન સંચાલકને ત્યાં ટ્યુશન મોકલવામાં જોખમ અનુભવતા હોય છે. જેથી તેઓ પોતાના ઘરે જ ટ્યુશન માટે શિક્ષકને બોલાવી અને ટ્યુશન કરાવવા સલામતી સમજતા હોય છે. તેમ છતાં પણ એક શિક્ષક ઘરે ટ્યુશન ભણાવવા માટે આવીને વિદ્યાર્થીનીને ભોળવી હોટલમાં લઈ જઈ તેના અશ્લીલ ફોટા પાડ્યા હતા. અને દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇને ડીસા શહેરમાં આ ટ્યુશનના શિક્ષક સામે ફિટકારને લાગણી વરસી રહી છે.ડીસા- humdekhengenewsઆ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના એક ગામમાં ઘરે ભણાવવા જતા ટ્યુશન સંચાલકે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. માલગઢ ગામે રહેતા જય ટાંક નામનો 30 વર્ષીય યુવક એક પરિવારના ચાર વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેના ઘરે જતો હતો. તે દરમિયાન એક દિવસ સગીરાને ટયુશન સંચાલક બાઈક પર હાઇવે પર આવેલી એક ખાનગી હોટલમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાના અશ્લીલ ફોટા પાડ્યા હતા. અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

આ સમગ્ર ઘટનાની અંગેની જાણ સગીરા સહિત તેના પરિવારજનો થઈ હતી. જેથી તેઓ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચ્યા હતા. અને દુષ્કર્મ આચરનાર ટયુશન કરાવતા શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઈને ગુરુ-શિષ્યના સંબંધ કલંકિત કરનારા અને દુષ્કર્મ આચરનાર સામે શહેરમાં ફિટકાર વરસી રહયો છે.

Pocso Act હેઠળ વધું કાર્યવાહી હાથ ધરવામાં આવી

ડીસા  તાલુકામાં ઘરે ભણવા જતા ટ્યુશન સંચાલક ઉપર Pocso Act 2012 હેઠળ વધું કાર્યવાહી હાથ ધરવામાં આવી.

આ  પણ વાંચો : ગુજરાતમાં પોસ્ટર વોર : ” ‘આપ’ ના ગુજરાતની જનતા ચીથરા કાઢી નાખશે” ભાજપનો કેજરીવાલ પર વાર

Back to top button