ડીસા તાલુકા પોલીસે ચોરીના બાઈક સાથે ચોરને ઝડપ્યો
પાલનપુર, 09 સપ્ટેમ્બર 2024 ડીસા તાલુકા પોલીસે ભીલડી રોડ પરથી ચોરાયેલા બાઈક સાથે બાઈક ચોરને મુદામાલ સાથે પકડી ચોરીનો ભેદ ઉકેલેયો હતો. પોલીસ અધિક્ષક બનાસકાંઠા દ્વારા વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ સત્વરે શોધી કાઢવાની સુચના અંતગર્ત ડીસા નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીના માર્ગદર્શન ડીસા તાલુકા પોલીસની ટીમ હેઠળ ગુનાઓ શોધવાની કામગીરીમાં હતી.
પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
તે દરમ્યાન ગત તા. ૨૨ જૂન ૨૦૨૪ ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમે ડીસા તાલુકાના ડીસા-ભીલડી રોડ પર આવેલ ગુરુનાનક સ્પ્રીંગ વર્કસ નામની ગેરેજમાંથી એક હીરો હોંડા કંપનીનુ સ્પેલેંડર પલ્સ મોટર સાયકલની ચોરી કરી લઈ ગયેલ હોઈ જેની તપાસ હાથ ધરી હતી. જેમાં ડીસા રૂરલ પોલીસ ટેકનીકલ સર્વેલન્સ આધારે તેમજ માનવ સ્રોત આધારે નિર્વાણ સિંહ ઉર્ફે લેલો સુરજસિંહ ચૌહાણ રહેવાસી ભાણાવાસ, તા.સતલાશણા, જી.મહેસાણાની અટકાયત કરી હતી. પોલીસે પકડાયેલ ઈસમની પુછપરછ કરતા તેણે બાઈક ચોરીની કબુલાત કરી ચોરી કરેલ મોટર સાયકલ રજૂ કર્યું હતું.જેથી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃડીસા પોલીસે 1.77 લાખના 11 મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા