ઉત્તર ગુજરાતનવરાત્રિ-2022

ડીસા : નવરાત્રીમાં ‘રંગતાળી’ ગ્રુપની ધૂમ…..!

Text To Speech

પાલનપુર: નવરાત્રી એટલે મા અંબાની ઉપાસનાનું પર્વ. અને યુવાધનને ગરબે ઘૂમવાની તાલાવેલી જગાડતો ઉત્સવ. ડીસામાં આ નવરાત્રીએ ‘રંગતાળી ગ્રુપ- 22’ દ્વારા વંદના સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ઢોલને ના તાલે યુવાધન ગરબાની રમઝટ બોલાવે છે.

ગરબાના પ્રારંભે માતાજીની આરતી અને સ્તુતિ બાદ ગરબાની શરૂઆત થાય છે. બાદમાં ઓરકેસ્ટ્રામાં ઢોલના તાલે પ્રાચીન અને અર્વાચીન ગરબા શરૂ થાય છે. જે તેના દિવ્ય અને ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. ખેલૈયાઓ માથે મા અંબા નો ગરબો મૂકીને ગરબામાં ઘૂમતા જોવા એ પણ એક લહાવો છે. તો અવનવા કોસ્ચ્યુમ સાથે પણ ખેલૈયાઓ મન મૂકીને નાચે છે. ડીસાના ચાર જેટલા ગ્રુપ તેમાં ભાગ લઈ રહ્યા છે, જેમની સાથે અનેક લોકો પણ જોડાય છે. વંદના સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં સોનમબેન રાઠી અને રવિ રાવલ તેમજ તેમના ગ્રુપ દ્વારા આ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button