ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા પોલીસે 1.77 લાખના 11 મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા

Text To Speech

પાલનપુર, 07 સપ્ટેમ્બર 2024, રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા લોકોને ચોરાયેલ કે ગુમ થયેલ મોબાઈલ શોધી લોકોને પરત આપી “તેરા તુજકો અર્પણ” કરવા હેતુ ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ગુમ થયેલ અને ચોરાયેલા અગિયાર મોબાઈલ કબ્જે કરી રૂ 1,77,895ની કિંમતના મોબાઈલ મૂળ માલિકને પરત સોંપ્યા હતા. મોંઘી કિંમતના મોબાઈલ લોકોને પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

અનેક ફરિયાદો ઓનલાઇન માધ્યમથી પોલીસને મળી
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઇન ફરિયાદો લેવામાં આવે છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થઈ હોય કે ખોવાયા હોવાની અનેક ફરિયાદો ઓનલાઇનના માધ્યમથી શહેર પોલીસને મળી હતી.અનેક અરજદારોએ ડીસા ઉત્તર પોલીસમાં પોતાનો મોબાઇલ ફોન ખોવાયો હોવાની અરજી પણ આપી હતી.

11 મોબાઇલ શોધવામાં પોલીસને સફળતા મળી
જેથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પીઆઇ કે.બી.દેસાઈ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલ મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડીટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ 11 મોબાઇલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી.

તેરા તુજકો અર્પણ કાર્યક્રમની શરૂઆત પણ ડીસાથી થઈ
આ બાબતે પીઆઈ કે. બી. દેસાઈએ જણાવ્યું હતું કે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ કરી અગિયાર મોબાઈલ મૂળ માલિકોને પરત આપ્યા છે. ડીસામાં ઉત્તર અને દક્ષિણ તેમજ તાલુકા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ માસમાં અનેક મોબાઈલ કબ્જે કરી લોકોને પરત આપ્યા છે. “તેરા તુજકો અર્પણ કાર્યક્રમની શરૂઆત પણ ડીસાથી થઈ હતી. જે આજે સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે.

આ પણ વાંચોઃપ્રેમિકાના વિરહમાં ડીસાના યુવકે વીડિયો વાયરલ કર્યો બાદમાં એસીડ પીને જીવન ટૂંકાવ્યું

Back to top button