ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં વ્યાજખોર સામે ફરીયાદ નોંધાતા ફફડાટ

Text To Speech
  • ડીસા ઉત્તર પોલીસે કાર્યવાહી કરી

બનાસકાંઠા 21 જુલાઈ 2024 : રાજય સરકાર‌ દ્વારા ઉંચા વ્યાજે ધંધો કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે સુચનાઓ આપવામાં આવી છે અને કોઈપણ વ્યક્તિને વ્યાજખોરો હેરાન પરેશાન કરતાં હોય કે ઉંચા વ્યાજે નાણાં ધિરાણ કરતાં હોય તો પોલીસને જાણ કરવા માટે જણાવાયું છે ત્યારે ડીસા ઉત્તર પોલીસે એક વ્યાજખોર સામે પોલીસ ફરીયાદ નોંધાતા ઉંચા વ્યાજ ધંધો કરતા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા શહેરમાં રહેતા માંગીલાલ ગોકળજી પરમાર (માળી) દ્વારા પ્રશાંતભાઈ પ્રીતાગભાઈ અગ્રવાલ પાસેથી 3% લેખે રૂ. 4.50000 વ્યાજે લીધા હતા અને બાદમાં ફરીયાદી માંગીલાલ માળી દ્વારા વ્યાજ સાથે રૂ. 4.97000 ચુકવી દીધેલ હોવા છતાં વ્યાજખોર પ્રશાંતભાઈ અગ્રવાલ દ્વારા ફરીયાદીને ચેક બાઉન્સ કરાવાની ધાક ઘમકી સાથે બૈરા છોકરા ઉપાડી જવાની અને રેપ કેસમાં ફસાઈ દેવાની ધમકીઓ આપતાં અરજદાર માંગીલાલ ગોકળજી પરમાર (માળી) દ્વારા ઉતર પોલીસ સ્ટેશનના પી. આઈ. વી. એમ. ચૌધરી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે.

જ્યારે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વ્યાજખોર પ્રશાંતભાઈ અગ્રવાલ પર ફરીયાદ દાખલ ન કરવા માટે ઉતર પોલીસ ઉપર ઘણુજ દબાણ કરવામાં આવ્યું હતું. પરંતુ ઉત્તર પોલીસ સ્ટેશનના પી આઈ વી. એમ. ચૌધરીએ ગુહમંત્રી દ્વારા તાજેતરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અનુસાર ફરીયાદી માંગીલાલ ગોકળજી પરમાર માળીની ફરીયાદના આધારે વ્યાજખોર પ્રશાંતભાઈ અગ્રવાલ સામે નાણા ધિરધાર અધિનિયમ 2011 ની કલમ 40.42.43 સહિત ભારતીય ન્યાય સહીતા કલમ 351(3) મુજબ ની ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : જુના ડીસાથી કાણોદર સ્ટેટ હાઇવે રૂ. 24 કરોડના ખર્ચે 10 મીટર પહોળો બનશે

Back to top button