ઉદ્યોગ માલિકોની રજૂઆત બાદ ડીસા જીઆઇડીસીમાં પાલિકા દ્વારા પાણી આપવાની શરૂઆત
ડીસાઃ બનાસકાંઠાની ડીસા જીઆઇડીસીમાં આજથી નગરપાલિકાએ પાણી આપવાની શરૂઆત કરતા વેપારી ખુશીનો માહોલ છવાયો હતો. જીઆઇડીસીનો બોર વારંવાર ફેલ થઈ જતા ઉદ્યોગોને નુકસાન ન થાય તે માટે ઉધોગમાલિકોએ રજૂઆત કરતા નગરપાલિકાએ આજથી પાણી આપવાનું શરૂ કર્યું છે.
પાણી ન મળવાના કારણે ઉદ્યોગને ભારે નુકસાન થતું હતું
ડીસામાં આવેલી જીઆઇડીસીમાં અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને ઉદ્યોગમાં સૌથી વધુ જરૂરિયાત પાણીની રહે છે. અહીં જીઆઇડીસીને પોતાનો સ્વતંત્ર બોર હોવા છતાં વારંવાર ફેલ થઈ જતા ઉદ્યોગ માલિકોની ભારે હાલાકી પડતી હતી. તેમજ ક્યારેક તો પાણી ન મળવાના કારણે ઉદ્યોગને ભારે નુકસાન પણ થતું હતું. ત્યારે જીઆઇડીસીના તમામ વેપારીઓએ સાથે મળી અગાઉ ડીસા નગરપાલિકાના બોરમાંથી પાણી આપવા માટે નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી.
નગરપાલિકાના બોરમાંથી ઉદ્યોગને પાણી આપવાનો શુભારંભ
ઉદ્યોગ માલિકોની રજૂઆતને પગલે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે અને પાણી પુરવઠાના ચેરમેન અમિતભાઈ રાજગોરના હસ્તે આજે જીઆઇડીસીને નગરપાલિકાના બોર માંથી પાણી આપવાની શરૂઆત કરી હતી. ઉદ્યોગને કોઈ નુકસાન ન થાય અને તમામ ઉદ્યોગોને નિરંતર પાણી મળી રહે તે માટે નગરપાલિકાએ ત્વરિત નિર્ણય આજથી જ નગરપાલિકાના બોરમાંથી ઉદ્યોગને પાણી આપવાનો શુભારંભ કર્યો હતો. નગરપાલિકાના આ નિર્ણયથી ઉદ્યોગ માલિકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ઈકો ગાડીના સાયલેન્સ ચોરી કરતી ગેંગના ચાર શખ્સો ઝડપાયા, સાત ગુનાનો ભેદ ઉકેલાયો