અંધશ્રદ્ધ રોકવા અંગેના કાયદાને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સમર્થન આપશે
ડીસા, 21 ઓગસ્ટ 2024 ગુજરાત રાજ્યમાં અનેક ઠેકાણે ભોળા લોકોને તેમની સામાજિક સમસ્યાઓ જાણીને તેમાંથી ઉગારવા માટે લલચાવી- ફસાવી અને પારિવારિક સમસ્યાઓના નિવારણ લાવી આવવાનું કહીને ઠગતા લેભાગુ તત્વોને નાથવા માટે હવે ગુજરાત સરકાર કાયદો લાવી રહી છે. આ કાયદો ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં આજે બીલ રજૂ કર્યું છે. જેને ડીસાના ધારાસભ્ય સમર્થન આપશે.આજે પ્રવીણ માળીએ અંધશ્રદ્ધા બીલ પર વિધાનસભામાં પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
વિધિ કરવાના બહાને લાખો રૂપિયા પડાવી લે છે
સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાનો કેટલાક લેભાગુ તત્વો સોશીયલ મીડિયામાં અને અન્ય માધ્યમો દ્વારા જાહેરાત આપી પારિવારિક સમસ્યાઓથી પીડાતા લોકોને તેમની જાળમાં ફસાવે છે. તેમની કોઈ પણ સમસ્યાઓનું નિરાકરણ લાવી આપવાનું જણાવી વિધિ કરવાના બહાને હજારો નહીં પરંતુ લાખો રૂપિયા પડાવી લે છે. પરિણામે કેટલાક પરિવારો આર્થિક રીતે કંગાળ બની જાય છે, એટલું જ નહિ આર્થિક સંકડામણમાં પરિવારમાં અઘટિત ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પરિવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
વિધાનસભામાં ગુરુવારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી કાયદો રજૂ કરશે
આવા ઠગાઈના કિસ્સાઓ બનતા રોકવા માટે ગુજરાત સરકારે વિધાનસભામાં કાયદો રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના મેજ ઉપર ગુરુવારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અઘોરી પ્રથા, કાળો જાદુ અને અંધશ્રદ્ધાને રોકવા માટેનો કાયદો રજૂ કરશે. જેના ઉપર તેઓ વિસ્તૃત સંબોધન કરી કાયદાને શા માટે લાવવો પડ્યો તે જણાવશે. જેને બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સમર્થન પૂરું પાડશે. આ કાયદો બનતા અનેક પરિવારોનું આર્થિક અને માનસિક શોષણ કરતાં તત્વો ને નાથવામાં મદદ મળશે તેમ જ છેતરપિંડી પણ અટકશે.
આ પણ વાંચોઃધાનેરામાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો, ડીસામાં દલિત આગેવાનોએ ટાયર સળગાવ્યા