ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા : શ્રી ગજાનંદ મિત્ર મંડળ દ્વારા ધામધૂમથી ઉજવાયો ગણેશ મહોત્સવ

Text To Speech

પાલનપુર :  ડીસા શહેરના વાડી રોડ વિસ્તારમાં આવેલા શ્રી ગજાનંદ મિત્ર મંડળ દ્વારા ભાદરવા સુદ ચોથથી ગણેશ ભગવાનની આબેહૂબ મૂર્તિ લાવી સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં દરરોજ સવાર -સાંજ આરતી પૂજા કરી રાત્રે રાસ -ગરબા ની રમઝટ બોલાવી હતી. ગજાનંદ મિત્ર મંડળમાંથી હિન્દુઓ તેમજ મુસ્લિમ પરીવારના લોકો ભેગા મળીને ભાદરવા સુદ આઠમને રવિવાર ગણેશ ભગવાનના મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરીને ભોજન પ્રસાદનું કર્યું હતું.

રાસ -ગરબાની બોલાવી રમઝટ 

મહોલ્લાના ભાવિકોએ ધાર્મિક પ્રસંગે દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં રવિભાઈ ચોખાવાળા, હીતેશભાઈ ચોખાવાલા, મનુભાઈ મનસુરી વગેરેએ જહેમત ઉઠાવીને પ્રસંગે સફળ બનાવ્યો હતો.

Back to top button