ડીસા : જુનાડીસામાં નદીમાં ડૂબેલા ત્રણ યુવાનો ના મૃતદેહ મળી આવ્યા
પાલનપુર: બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ ઓવરફ્લો થતા બનાસનદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. અને જે નદીનું પાણી ડીસા થઈને જુનાડીસા પાસે પહોંચતા પ્રથમ દિવસે જ ગુરુવારે સાંજે ત્રણ યુવકો ન્હાવા પડતા ડૂબાઈ જવા પામ્યા હતા. જોકે ડૂબાયા બાદ સતત તેમની શોધખોળ હાથ ધરાઈ હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે ગતરોજ 48 કલાક બાદ એક યુવકનો મૃતદેહ વડાવલ પાસે પાણીમાં તરતો મળી હતો. તો બીજા બે મૃતદેહ વાસણા પાસે બાવળોની ઝાડીમાંથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.તંત્ર દ્વારા જે જગ્યાએ યુવકો ડૂબાયા હતા ત્યાં શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ મૃતદેહ ત્રણ દિવસે ચાર કિલોમીટર દૂરથી મળી આવ્યા હતા.
ગામમાં શોકનો માહોલ
જુનાડીસા ગામના ત્રણ આશાસ્પદ યુવાનો નદીમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જેમના મૃતદેહો શનિવારે મળતા પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયેલો છે. જ્યારે આખું જુનાડીસા ગામ આજે બંધ રહ્યું છે.