પાલનપુરમા જંત્રીના ભાવ વધારા સામે ડીસાના બિલ્ડરોનો વિરોધ
પાલનપુર: રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં રાતોરાત અસહય વધારો કરી દેવાતા રાજ્યભરની બિલ્ડર લોબીમાં નારાજગી પ્રવ્રતિ જવા પામી છે. જેમાં ડીસાના બિલ્ડરોએ પર નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જંત્રીનો દર ઓછો કરવા અથવા સમય આપવા માંગ કરી હતી.
જંત્રીના ભાવ વધારા સામે ડીસાના બિલ્ડરોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું.#palanpur #palanpurupdates #jantri #JAntriRate #banaskantha #Builders #applications #deputycollector #BuilderAssociation #gujaratupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/pLcFQhn070
— Hum Dekhenge News (@humdekhengenews) February 10, 2023
રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં રાતોરાત બમણો વધારો કરી દેતા રાજ્યભરમાં આ મુદ્દો ટોપ ટાઉન બન્યો છે. સરકારે બિલ્ડર લોબીને વિશ્વાસમાં લીધા વગર જંત્રીના ભાવ ડબલ કરી દેતા બિલ્ડરોમાં પણ ખૂબ જ નારાજગી પ્રવ્રત્તિ જવા પામી છે. જેથી જે અંગે કોન્ફડરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ઇન્ડિયા ક્રેડાઈ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. જોકે આ બાબતે સરકાર ટસની મસ ન થતા રાજ્યભરમાં બિલ્ડરોએ જંત્રીના આ ભાવ વધારાનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ક્રેડાઈ દ્વારા આદેશ અપાતા દરેક જગ્યાએ બિલ્ડરો દ્વારા આવેદનપત્ર આપી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
જેમાં ડીસામાં પણ બિલ્ડર એસોસિયન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકારે બિલ્ડર લોબીને વિશ્વાસમાં લીધા વગર જંત્રીના ભાવ ડબલ કરી દીધા છે જેની સીધી અસર રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં પડશે. તેમજ સામાન્ય માણસોને મકાન દુકાન પ્લોટ કે ફેક્ટરી મા ડબલ જંત્રી ભરવાની આવશે જેનો બોજો પણ સહન કરવાનો આવશે. જેથી સરકાર દ્વારા આ અંગે ફેર વિચારણા કરવામાં આવે અથવા બિલ્ડરોને જંત્રીના દર વધારવા લાગુ કરવા માટે સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો :રાજસ્થાનની જનતાને મુખ્યમંત્રીએ બજેટમાં આપી ભેટ, હવે સરકાર આપશે આટલાં રૂ.માં રસોઈ ગેસ