ઉત્તર ગુજરાત

ડીસા- ભડથનો ડિસ્કો રોડ : બાર કિલોમીટરનું અંતર કાપતા લાગે છે એક કલાક

Text To Speech

પાલનપુર: બનાસકાંઠાના ડીસા તાલુકા ના ભડથ ગામને જોડતો 12 કિલો મીટર ના ડિસ્કો રોડથી વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે રહીશોની માંગ છે કે ડિસ્કો રોડ ને સત્વરે નવો બનાવવામાં આવે.

બનાસકાંઠાના ડીસા તાલુકાનું ભડથ ગામ. જે ડીસાથી બાર કિલોમીટરના અંતરે આવેલું ગામ છે. અને આ ગામ જતા વચ્ચે સાત ગામ આવે છે. આગળ બારથી વધુ ગામોના લોકો માટે ટૂંકા અંતરનો માર્ગ છે. પરંતુ આ રોડ માત્ર નામનો છે. ઠેર ઠેર ખાડાઓ અને ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે. જોકે આ રોડની બદતર હાલત છેલ્લા બે વર્ષથી છે અને રાજકીય નેતાઓ રોડ બનશે તેવા આશ્વાસન છેલ્લા બે વર્ષથી આપી રહ્યા છે. તેવું ગ્રામજનો નું કહેવું છે.

આ પણ વાંચો : ભાજપે હિમાચલ ચૂંટણી માટે તેની બીજી યાદી કરી જાહેર, આ 6 બેઠકો પર ઉમેદવારોની જાહેરાતડીસા- ભડથનો ડિસ્કો રોડ : બાર કિલોમીટરનું અંતર કાપતા લાગે છે એક કલાક- humdekhengenews

તેમજ વાહનચાલક સોલંકી હરચંદભાઈ એ જણાવ્યું હતું. તો આ રોડથી પસાર થતા વાહન ચાલકો આ ખખડધજ રોડ ના કારણે પરેશાન થઇ ચુક્યા છે અને વાહનની કિંમત વર્ષમાં અડધી થઈ જતી હોવાનું પણ કહી રહ્યા છે. જોકે બે દિવસ પહેલા એક મહિલાને ડીલવરી પણ રસ્તામાં થઈ હોવાનું વાહન ચાલક વિનોદ ભાઇએ જણાવ્યું હતું. ભડથ રોડથી પસાર થતા વાહન ચાલકોમાં એક ટ્રેકટર લઈને જતા ખેડૂતે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે નેતાઓ વાયદા આપે છે પરંતુ રોડ બનતા નથી અને રેતી ના ડમ્પરોના કારણે મોટરસાયકલ ચાલકની આંખો ખુલતી નથી સાથે જણાવ્યું હતું કે, બીમાર માણસ હોસ્પીટલ પહોંચે તે પહેલા રસ્તા માં મરી જાય છે આવી દશા આ રસ્તાની હાલત છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ રસ્તા પરના મોટાભાગના ગામો ભાજપ ના ગઢ ગણાતા ગામો છે અને ભડથ ગામમાં મોટા ભાગે રાજકીય આગેવાનો રહે છે. છતાં રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સત્વરે રોડ બને તેવી માંગ ઉઠી છે.

Back to top button